Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ગ્લો ગાર્ડનમાં મોડી રાત્રે લાઇટિંગમાં ધડાકો:ભારે વરસાદમાં લાઇટો ચાલુ રાખતા શોર્ટ સર્કિટ, ગાર્ડન બંધ

    2 days ago

    નવસારી શહેરમાં ભારે વરસાદ વચ્ચે પાલિકા તંત્રની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં આશરે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવા છતાં, મોડી સાંજે ગ્લો ગાર્ડનની વિદ્યુત લાઇટો ચાલુ રાખવામાં આવી હતી. પરિણામે, વરસાદી પાણીના કારણે શોર્ટ સર્કિટ થતાં મોડી રાત્રે ગાર્ડનની લાઇટિંગમાં જોરદાર ધડાકો થયો હતો અને તણખા ઉડ્યા હતા. આ ઘટનાને પગલે ગાર્ડનમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના કારણોસર ગાર્ડનને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. સદનસીબે, ધોધમાર વરસાદના કારણે ગાર્ડનમાં સામાન્ય દિવસો જેવી ભીડ નહોતી અને કોઈ બાળકો ત્યાં હાજર નહોતા. જો ગાર્ડનમાં મુલાકાતીઓ અને ખાસ કરીને બાળકો હોત, તો વીજ કરંટ અથવા ધડાકાના કારણે મોટી જાનહાનિ થઈ શકી હોત. સ્થાનિકોના મતે, આ માત્ર કુદરતી સંજોગોને કારણે મોટી હોનારત ટળી છે. નવસારીના આ ગ્લો ગાર્ડનમાં લાઇટિંગ અને અન્ય સુવિધાઓ પાછળ અંદાજે ₹1.5 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રોજેક્ટની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઉભા થયા છે. વરસાદી માહોલમાં કરોડોના ખર્ચે બનેલો પ્રોજેક્ટ કઈ રીતે કાર્યરત રહી શકે અને તેની વોટરપ્રૂફિંગ કે સેફ્ટી સિસ્ટમ કેમ નિષ્ફળ ગઈ, તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ચોમાસાની ઋતુમાં જ્યારે આખા શહેરમાં વીજળીના જોખમો ટાળવાના પ્રયાસો થતા હોય, ત્યારે 4 ઇંચ વરસાદ વચ્ચે ગ્લો ગાર્ડનની હાઇ-વોલ્ટેજ લાઇટો કોની મંજૂરીથી શરૂ રાખવામાં આવી તે અંગે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી પર સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગાર્ડનમાં થયેલી ટેકનિકલ ખામી દૂર ન થાય ત્યાં સુધી ગ્લો ગાર્ડન બંધ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ:ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી, ગરમીથી લોકોને રાહત
    Next Article
    Siya took Ketan’s phone before murder, cops probe if she deleted evidence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment