Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ:ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી, ગરમીથી લોકોને રાહત

    2 days ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આખરે વરસાદનું આગમન થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. ગોધરા તાલુકાના મેહલોલ, સુખીયાપુરી, વેગનપુર અને સામલી સહિતના આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. આ વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેમને પાક માટે પાણીની જરૂર હતી. સતત પડી રહેલા અસહ્ય ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને પણ આ વરસાદથી મોટી રાહત મળી છે. ગોધરા અને તેના ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં પણ આ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી:મોટા બજાર પાસે વ્હોરા મસ્જિદ સામે ઘટના, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    નવસારી ગ્લો ગાર્ડનમાં મોડી રાત્રે લાઇટિંગમાં ધડાકો:ભારે વરસાદમાં લાઇટો ચાલુ રાખતા શોર્ટ સર્કિટ, ગાર્ડન બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment