Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'માફી માંગવા માટે પગે પડી ગઈ હતી કાશ્મીરા':સુનીતા આહુજાએ સમાધાન પર કહ્યું- રડી-રડીને માફી માંગી; કૃષ્ણા-કશ્મીરાનું રિએક્શન પણ સામે આવ્યું

    2 days ago

    હાલ રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી રહેલા ગોવિંદાના પત્ની સુનીતા આહુજાએ કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ સાથે થયેલી સુલેહ પર મોટો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે કાશ્મીરા શાહે તેના પગે પડીને માફી માંગી, જે બાદ તેનો 15 વર્ષ જૂનો ઝઘડો સમાપ્ત થયો છે. આના પર કૃષ્ણા અભિષેક અને કાશ્મીરાનું રિએક્શન પણ સામે આવ્યું છે. 'લોક અપ' શોમાં સુનીતા આહુજાએ ભાણેજ કૃષ્ણા સાથે પેચ-અપ થવા પર કો-કન્ટેસ્ટન્ટ માધુરીને કહ્યું, 'લાફ્ટર શોમાં તેના રાઈટરે જે લખીને આપ્યું હતું, મેં તે જ કહ્યું. શોમાં મારા અને કૃષ્ણાનું 15 વર્ષ પછી પેચ-અપ થયું. તેના બાળકો 9 વર્ષના થઈ ગયા, મેં જોયા નહોતા, જ્યારે મેં તેને (કૃષ્ણાને) મોટો કર્યો છે.' આગળ સુનીતાએ કહ્યું, ‘કશ્મીરા એક સારી છોકરી છે. પગ પર પડીને રડી રડીને માફી માંગી છે. હું પણ રડવા લાગી. 14 વર્ષ પછી હું તેને જોઈ રહી હતી. કશ્મીરા મારા પગમાં હતી અને કહી રહી હતી કે મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ.’ સુનીતાનું નિવેદન આવ્યા પછી લાફ્ટર શોના સેટ પર કૃષ્ણા અભિષેક અને કશ્મીરાને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ લોક-અપ શો જોઈ રહ્યા છે. આના પર તેમણે કહ્યું, ‘લોક-અપ જોયું, ખૂબ સારો શો છે, મામી ખૂબ સરસ કરી રહી છે. અમારા વિશે પણ વાત કરી. એવું તો થાય જ છે, અત્યારે જુઓ ને, હું શોમાં મામા-મામી (ગોવિંદા- સુનીતા) વિશે વાત કરું જ છું. તે ત્યાં અમારા વિશે વાત કરી રહ્યા છે.’ લાફ્ટર શોમાં સમાધાન થયું, કૃષ્ણા અભિષેક પગે પડ્યો હતો એપ્રિલમાં સુનીતા આહુજા સેલિબ્રિટી કુકિંગ શો લાફ્ટર શેફના સેટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે કૃષ્ણા અભિષેક-કશ્મીરા શાહ સાથે ચાલી રહેલા વર્ષો જૂના ઝઘડા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. આ દરમિયાન કૃષ્ણા અભિષેક તેમને દંડવત પ્રણામ કરતો જોવા મળ્યો. કાશ્મીરના નિવેદનથી વિવાદ શરૂ થયો, જાણો શું હતો આખો મામલો? છેલ્લા ઘણા વર્ષોથી ગોવિંદા-સુનીતા અને કૃષ્ણા-કાશ્મીરા વચ્ચે મનભેદ હતો. જોકે, 2018માં કાશ્મીરાના એક નિવેદનથી આ વિવાદ સાર્વજનિક થઈ ગયો હતો. 2018માં ગોવિંદાનો એક લગ્નમાં ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો હતો. આના પર કાશ્મીરા શાહે નામ લીધા વિના લખ્યું હતું કે, કેટલાક કલાકારો થોડા રૂપિયા માટે લગ્નોમાં નાચે છે. થોડા સમય પછી કાશ્મીરાએ ગોવિંદા અને સુનીતા વિશે કહ્યું હતું કે તેઓ બંને છેલ્લા પાંચ વર્ષથી તેમની લાઇફમાં અસ્તિત્વમાં જ નથી. કાશ્મીરાએ એમ પણ કહ્યું કે તે અભિનેતાની પત્ની તરીકે ઓળખાતી નથી, પરંતુ તેણે પોતાના દમ પર પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. આ સુનીતા કોણ છે? આ દરમિયાન જ્યારે ગોવિંદા અને તેમની પત્ની સુનીતા 'ધ કપિલ શર્મા શો'માં મહેમાન બન્યા, ત્યારે કૃષ્ણા તે એપિસોડના શૂટિંગમાં પહોંચ્યો નહીં. આ પછી વાત એટલી વધી ગઈ કે સુનીતાએ કહી દીધું કે તે ફરી ક્યારેય કૃષ્ણાનું મોં જોવા માંગતી નથી.
    Click here to Read More
    Previous Article
    Relief from heatwave for Delhi, humidity likely to rise in Northeast after constant rain: IMD
    Next Article
    સિયા-કેતનના વેડિંગ ફંક્શનનો VIDEO વાઇરલ:'બસ આજ કી રાત હૈ ઝિંદગી' ગીત પર પરિવાર ઝૂમ્યો હતો; આજે આરોપી ચેતનને કિલ્લે લઈ જવાયો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment