Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુર બનશે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુ. હબ:બાંબુના સંસાધનો, ક્રિકેટ બેટ, સ્ટમ્પ્સ અને ટ્રેનિંગ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થશે‎

    2 days ago

    ગુજરાત સરકારે છોટાઉદેપુર જિલ્લાને ભારતના આગામી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરી છે. આ યોજના હેઠળ જિલ્લાના વિપુલ બાંબુ સંસાધનો, રાઠવા આદિવાસી કારીગરોની પરંપરાગત હસ્તકલા અને કુશળતાને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને ક્રિકેટ બેટ, સ્ટમ્પ્સ, ટ્રેનિંગ ઇક્વિપમેન્ટ અને અન્ય સ્પોર્ટ્સ ગુડ્સનું ઉત્પાદન કરાશે. આ પહેલને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – સેન્ટ્રલ ગુજરાત 2026માં મુખ્ય રોકાણ તક તરીકે પ્રસ્તુત કરાઇ હતી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આને સેન્ટ્રલ ગુજરાતના લાંબા ગાળાના આર્થિક રોડમેપના ભાગ તરીકે જાહેર કર્યું હતું. જિલ્લાના બાંબુ સંસાધનો, કુશળ વર્કફોર્સ અને ક્લસ્ટર ડેવલપમેન્ટની વિગતો રોકાણકારોને આકર્ષિત કરશે. આ હબ જિલ્લા-વ્યાપી હશે, પરંતુ સીધો લાભ મુખ્યત્વે કવાંટ તાલુકા (ગેર મેલા અને બાંબુ હસ્તકલા માટે પ્રસિદ્ધ), નસવાડી તાલુકા (રાઠવા આદિવાસી કારીગરોનું મુખ્ય વસવાટ), છોટાઉદેપુર અને પાવી-જેતપુર તાલુકા (ઓરસંગ વેલીના જંગલોમાંથી બાંબુ સોર્સિંગ)માં કેન્દ્રિત રહેશે. અહીંના ગામડાંઓમાંથી કાચો માલ મેળવી, પ્રોસેસિંગ અને પ્રારંભિક ઉત્પાદન થશે. બોડેલી અને સાંખેડા તાલુકા સહાયક ભૂમિકા ભજવશે. આ પહેલથી હજારો સ્થાનિક પરિવારોને રોજગારી મળશે સમગ્ર વેલ્યુ ચેઇન (સોર્સિંગ, મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન, પેકેજિંગ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ)માં સ્થાનિક યુવાનો, મહિલાઓ અને આદિવાસી કારીગરોને જોડવામાં આવશે. ઇકો-ફ્રેન્ડલી બાંબુ પ્રોડક્ટ્સ વૈશ્વિક બજારમાં માંગ ધરાવે છે. ભવિષ્યમાં સ્પોર્ટ્સ રિસર્ચ સેન્ટર, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, ગ્રીન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને સ્પોર્ટ્સ ટુરિઝમ ઝોન વિકસાવવાની યોજના છે. આ પહેલથી હજારો પરિવારોને રોજગારી મળશે.
    Click here to Read More
    Previous Article
    ફૂડ કંપનીની પૂર્વ HRએ ઓળખીતા 10ના ખાતામાં 13.53 લાખ નાખ્યા:કંપનીમાં કામ ન કરતા હોય તેને પગારના નામે પૈસા ટ્રાન્સફર કર્યા, એકાઉન્ટન્ટે ચેક કરતાં ભાંડો ફૂટ્યો
    Next Article
    Ecuador's Piero Hincapie Becomes 2nd Player To Get Red Card For Covering Mouth At World Cup

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment