Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ કંપનીની પૂર્વ HRએ ઓળખીતા 10ના ખાતામાં 13.53 લાખ નાખ્યા:કંપનીમાં કામ ન કરતા હોય તેને પગારના નામે પૈસા ટ્રાન્સફર કર્યા, એકાઉન્ટન્ટે ચેક કરતાં ભાંડો ફૂટ્યો

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં HR તરીકે નોકરી કરતી યુવતીએ કંપનીના માલિકની જાણ બહાર 10 લોકોના ખાતામાં પગાર તરીકે 13.53 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. કંપનીમાં કામ ન કરતા હોય છતાં 10 અજાણ્યા લોકોના ખાતામાં HRએ પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. જે મામલે કંપનીના માલિકે HR યુવતી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એકાઉન્ટન્ટે ચેક કર્યું ને HR યુવતીનો ભાંડો ફૂટ્યો વસ્ત્રાપુરમાં રહેતા અવધનરેશ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વસ્ત્રાપુરમાં આલ્ફવન મોલની પાસે એ.બી ફૂડ નામની કંપની ચલાવે છે. તેમની કંપનીમાં જેમી લાડાણી નામની યુવતી HR તરીકે નોકરી કરતી હતી. જેને 25મેના રોજ કંપનીમાંથી છૂટી કરવામાં આવી છે. જેમીને છૂટી કર્યા બાદ કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા પગાર કરવામાં આવ્યો હતો, ત્યારે એકાઉન્ટન્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે કંપનીમાં કામ ન કરતા હોય તેવા 10 લોકોના ખાતામાં પગાર તરીકે જેમીએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. યુવતીએ ઓળખીતા 10 લોકોના ખાતામાં 13 લાખ ટ્રાન્સફર કર્યા જ્યારે તપાસ કરવામાં આવી તો જેમીએ તેના જ ઓળખીતા 10 લોકોના ખાતામાં કંપનીના માલિકની સહી કરાવી સપ્ટેમ્બર 2025થી મે 2026સુધી પગાર પેટે 13.53 લાખ ટ્રાન્સફર કરી દીધા છે. કોઈના ખાતામાં એક મહિના તો કોઈના ખાતામાં ચાર મહિના સુધી પગાર જમા કરાવવામાં આવ્યો હતો. આ અંગે જેમીને જાણ કરવામાં આવી, પરંતુ કોઈ જવાબ ન આપતા અવધનરેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગેસ સિલિન્ડર ચોર મુદ્દામાલ સાથે પકડાયો:પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ગુનાનો ભેદ ઉકેલ્યો
    Next Article
    છોટાઉદેપુર બનશે સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ મેન્યુ. હબ:બાંબુના સંસાધનો, ક્રિકેટ બેટ, સ્ટમ્પ્સ અને ટ્રેનિંગ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment