Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલર એસોસિએશનના ડીલરો જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં:કાર રેલી યોજી, સરદાર પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ આપી ટેકો જાહેર કર્યો

    3 days ago

    મોરબી: જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે વિવિધ વેપારી અને સામાજિક સંગઠનોનું સમર્થન મળી રહ્યું છે. આજે મોરબી જિલ્લા કલર એસોસિએશનના સભ્યોએ કાર રેલી યોજી મોટી સંખ્યામાં જેતપર આંદોલન સ્થળે પહોંચી ખેડૂતોને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લા કલર એસોસિએશનના ડીલરો કારના કાફલા સાથે જેતપર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી. ત્યારબાદ બેનરો સાથે રેલી યોજી ખેડૂત આંદોલન સ્થળે પહોંચી ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને સમર્થન વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના તમામ કલર ડીલરો ખેડૂતોની લડત સાથે અડીખમ ઊભા છે. ખેડૂતોના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ આવે અને તેમનો આત્મવિશ્વાસ મજબૂત બને તે માટે તેઓ આંદોલન સ્થળે પહોંચ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મોરબી કલર એસોસિએશન ખેડૂતોની સાથે છે. ભવિષ્યમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો એસોસિએશન દરેક શક્ય સહયોગ આપવા માટે તૈયાર રહેશે." વેપારી વર્ગ તરફથી મળેલા આ સમર્થનને કારણે જેતપર ખેડૂત આંદોલનને વધુ બળ મળ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ ગામો, સામાજિક સંસ્થાઓ અને વેપારી સંગઠનો સતત જેતપર પહોંચી ખેડૂતોને સમર્થન આપી રહ્યા હોવાથી આંદોલન વધુ વ્યાપક બની રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નાઇટ ડ્રાઇવ, પંજાબીસોન્ગ, બાઇક પર ગમછાવાળા શૂટર ને ભડાકો, VIDEO:મમ્મી-મમ્મી કહી ગારમેન્ટ વેપારીએ ગાડી સાઇડમાં લીધી; વડોદરામાં 5 દિવસ બાદ પણ આરોપીઓ ફરાર
    Next Article
    Enjoy The Rains With This Crispy Chutney Paneer Bread Pakoda

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment