Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:બળી જઈશ

    15 hours ago

    ‘દાદુ, આપે મારા પુસ્તક વિમોચનના મુખ્ય મહેમાનપદનું આમંત્રણ સ્વીકાર્યું, તેનો આનંદ અને આભાર છે, પણ એક રિક્વેસ્ટ છે... આ વિમોચન મારી કરુણ વાર્તાઓના પુસ્તક ‘બળી જઈશ!’નું છે, એટલે આપના પ્રવચનમાં કોઈને હસાવવાનાં નથી, એટલું ધ્યાન રાખવા વિનંતી.’ આ વિનંતીમાં એમણે કરુણ સ્વર ભેળવ્યો હતો ને સામે મને ય ગંભીર કરી દીધો હતો. મેં એમના આ પ્રસંગમાં હાજર રહેવાની ‘હા’ કઈ કમાણી ઉપર પાડી હતી, તેનો આઘાત આજ સુધી ભૂલી શક્યો નથી. સવાલ તો એ ય ઊભો થાય ને, કે પુસ્તક કરુણતાઓથી ભરેલું છે, તો એક હાસ્યલેખકને મંચ પર ઉપસ્થિત રાખવાનું લોજિક શું? મેં તો વળી ગંભીર થઈને પૂછી પણ જોયું કે ‘મારે કાળાં કપડાં પહેરીને આવવાનું છે?’ તો ઢીલા મોંઢે મને સમજ આપી કે, મારું પુસ્તક કરુણરસનું છે.... પણ શોકસભાનું નહિ! વિનંતી એટલી કે, ભૂલમાં ય આપના પ્રવચનમાં શ્રોતાઓને હસાવાઈ ન જાય, એનું ધ્યાન રાખશોજી.’ મેં એ રીતે ય બચવાનો પ્રયાસ કર્યો કે, સ્ટેજ પર આવતા મને જોઈને જ શ્રોતાઓ હસી પડે તો મારે શું કરવું? ‘સર જી, આપ લખો છો હાસ્યનું! પણ આપની પર્સનાલિટી હસવું આવે એવી નથી. આપ એક વિદ્વાનને છાજે એવા જ પરિવેષમાં આવતા હો છો. બસ, મારા પુસ્તક ‘બળી જઈશ’ના વિમોચનમાં તમારાથી શ્રોતાઓને ક્યાંય હસાવાઈ ન જાય, એનું ધ્યાન રાખવા નમ્ર વિનંતી છે.’ પહેલાં તો મને થયું કે, આવા ગંભીર સમારંભો તો કદી મારા ઘરમાં ય ઊજવાતા નથી ને અહીં હું ચીફ ગેસ્ટ? વળી, મારી શારીરિક પર્સનાલિટી ય કોઈ કોમેડિયન જેવી નથી, તેમ કરુણ કવિઓ જેવી ય નથી.....માણસ જેવી છે, તો હવે ત્યાં ગયા પછી મારે ધ્યાન શું રાખવાનું? બે-ત્રણ મુદ્દાઓ ધ્યાન પર આવ્યા કે, ત્યાં પહોંચીને ચાહકો સાથે હસતા મોંઢે ફોટા નહિ પડાવવાના..... અરે, મોંઢું જ હસતું રાખવાનું નથી, ત્યાં ફોટા કઇ કમાણી ઉપર પડાવવાના? એ ચિંતા તો દૂર થઈ, પછી બીજું ધ્યાન એ રાખવાનું હતું કે, મંચનાં પગથિયાં ચઢતાં મારાથી ગોથું ખવાઈ ન જાય, નહિ તો મારા પ્રયત્નો છતાં ઉપસ્થિતોને હસતાં રોકી નહિ શકું. ત્રીજું, સ્ટેજ પર બેઠાં પછી સ્માઇલો આલ આલ નહિ કરવાની! પુસ્તકનું નામ ‘બળી જઈશ’ છે, એટલે ભૂલમાં ય ખિસ્સામાં દીવાસળીની પેટી નહિ રાખવાની.... પેલો ખરેખર બળી જવાનાં અરમાનો લઈને આવ્યો હોય તો લેવાદેવા વગરના પોલીસ સંપર્કો વધારવા પડે! કાર્યક્રમની શરૂઆત અલૌકિક ઢબે કરવામાં આવી. મને પુસ્તક એક હાથમાં પકડી રાખવાનું કહેવામાં આવ્યું અને બીજી બાજુથી કવિ દીવાસળીની પેટી લઈને આવ્યા. મને પુસ્તકને કોર્નરથી પકડી રાખવાનો ઇશારો કર્યો. એ પુસ્તક તો નકલી હતું પણ ગુલાબી કાગળ ઉપર બધાંને વંચાય એટલા મોટા અક્ષરોએ લખ્યું હતું, ‘બળી જઈશ!’ મેં થોથવાતાં હૈયે પૂછી ય જોયું કે ‘આ વિમોચન કોઈ અન્ય પાસે કરાવો ને? આગના ભડકા જોઈને મારા હાથમાંથી પુસ્તક પડી જશે તો સમારંભ બગડશે.’ ઑઑહ દવે સાહેબ.... ઉદ્ઘાટનની ટિકિટ અમારે મશાલથી સળગાવવાની નથી. નાનકડી દીવાસળીથી સળગાવવાની છે. તમને તો કાંઈ નહિ થાય, એમ મારા પુસ્તકને પણ કાંઈ નહિ થાય! આ તો કેવળ પ્રતીકાત્મક છે!’ જે પુસ્તકનું વિમોચન હતું, એ જ પુસ્તકની ડમી સ્ટેજ પર હાથમાં લઈને લેખકે એને દીવાસળી ચાંપી અને કરુણ મોંઢે એનાઉન્સ કર્યું, ‘શ્રોતાશ્રીઓ, દાદુ સાહેબનો ખૂબ આભાર કે, આવું પ્રજ્વલિત વિમોચન એમના વરદ હસ્તે થયું છે.... તાળીઓ!’ ઉપસ્થિતોની સંખ્યા કોઈ 40-50થી વધારે નહોતી (આમે ય, હું હાજર હોવાનો હોઉં, ત્યાં શ્રોતાઓની ઉપસ્થિતિ સ્ટેજ પર હોય છે એટલી નથી હોતી!) મારે તો છેલ્લે બોલવાનું હતું પણ ‘બળી જઈશ’ના આ વિમોચનમાં સ્ટેજ પર પંદરેક વિદ્વાન વક્તાઓ ઉપસ્થિત અને તલપાપડ હતા. હવે તો ગુજરાતમાં એવાં ય વિમોચનો થાય છે, જ્યાં શ્રોતાગણ કરતાં સ્ટેજગણ તગડું હોય છે! કાર્યક્રમની અવધિ બે કલાકની હતી, પણ પહેલો જ વક્તા સવા કલાકે તો બેઠો. એણે ‘બળી જઈશ’ પુસ્તકને બદલે રાજ્યમાં કેરોસીન છાંટીને બળી મરતી દુઃખિયારી સ્ત્રીઓ વિશે હાસ્યાસ્પદ પ્રવચન આપ્યું. એનું પ્રવચન સાંભળીને હજી બીજી કેટલી બળી મરશે, એ વિચારવું ય કરુણ હાસ્ય હતું! એમના પછી આવનારા વક્તાઓ સજ્જ થઈને આવ્યા હતા....સજ્જ એટલે કેરોસીનના કેરબા લઈને નહોતા આવ્યા, પણ એમના પ્રવચનોમાં આગ ઝરતી હતી. સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અને પરિણામે સળગી જઈને આત્મહત્યા કરતી સ્ત્રીઓ માટે એમને ઘણી અનુકંપા હતી. એ શક્ય છે કે, એમના આવા આગ ઝરતાં પ્રવચન સાંભળીને વાઇફો નહિ, પણ ગોરધનો ઘેર જઈને શરીર પર કેરોસીન છાંટી નાંખે. એક વક્તા કાંઇક વધુ પડતી તૈયારી સાથે આવ્યા હતા. એમણે નૂતન વિચાર આપ્યો, બળી જવાને બદલે બીજા ય અનેક રસ્તા છે, એમ કહીને તેમણે એવું લોખંડી પ્રવચન કર્યું કે ‘આત્મહત્યા માટે કેવળ સળગી મરવું જરૂરી નથી. અન્ય માર્ગો પણ છે. આ સમારંભ જમીનને બદલે 15 કે 20મા માળે હોત તો જેવી રીતે તેઓ સીધા નીચે ગયા, એવી રીતે સીધા ઉપર આવી ન શકાત....ને તો ય, સીધા ‘ઉપર’ ગયા.’ બસ. છેલ્લે પ્રમુખે તેમના દિલડોલ પ્રવચનમાં કહ્યું કે, આત્મહત્યા પાપ છે. માણસે પોતાના મનુષ્ય જન્મનો ઉપકાર માનવો જોઇએ. આવતા જન્મે ય મનુષ્ય અવતાર મળે એ જરૂરી નથી. આવતા જન્મે શી ખબર કે, તમે ટ્યૂબલાઈટની ગોળ ગોળ ફરતું જીવડું ય હોઈ શકો, ઝેરી નાગનો અવતારે ય મળી શકે અને ખાસ તો બેસતા વ્હેંત લોકો મસળી નાંખે એવો ‘મસી’નો અવતાર મળે એના કરતાં આ જે છે, એ મનુષ્ય અવતાર માટે પ્રભુનો ઉપકાર માનો અને જીવી બતાવો. પરમાત્મા કોઇને કદી મરી જવાના વિચારો ન આપે. મરવા કરતાં જીવી જવું સહેલું છે. સિક્સર બાળકને પહેલાં ગાવસ્કર કે સચિન બનાવવાનાં સપનાં પિતાઓ જોતા હતા… હવે જમાનો વૈભવ સૂર્યવંશીનો આવ્યો છે, એમ એમ એ બંને મહારથીઓનાં નામો નાનાં થતાં જાય છે!
    Click here to Read More
    Previous Article
    ‘I am urinating 4-5 times every hour. Should I worry about kidney disease or diabetes?’
    Next Article
    સાહિત્યના પહેરેગીર:વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment