Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા-ધરમપુર રોડ પર એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત:પાંચથી વધુ મુસાફરો ઘાયલ, વરસાદના કારણે બસ સ્લીપ થતાં સર્જાયો અકસ્માત

    20 hours ago

    નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જામલિયા વણાંક પાસે વરસાદ દરમિયાન થયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે પાંચથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વરસાદના કારણે બસ સ્લીપ થતાં સર્જાયો અકસ્માત મળતી માહિતી મુજબ, ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ નં. GJ-18-ZT-3151 જામલિયા વણાંક નજીક પહોંચી હતી ત્યારે ભારે વરસાદને કારણે રસ્તા પર થયેલી ચીકાશના કારણે બસ સ્લીપ થઈ ગઈ હતી. તે દરમિયાન સામેથી સોનગઢથી કપરાડા તરફ જઈ રહેલી ટ્રક નં.GJ-15-AV-7518 સાથે બસના પાછળના ભાગે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અથડાયા બાદ ફરીને ધરમપુર તરફ મોં કરી ઊભી રહી ગઈ હતી, જ્યારે બસનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો. ટ્રકની આગળની કેબિન પણ કચ્ચરઘાણ થઈ ગઈ હતી. એકનું ઘટનાસ્થળે, બીજાનું સારવાર મળે એ પહેલા જ મોત આ અકસ્માતમાં ટ્રકના ક્લીનર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટેમકા ગામના રહેવાસી વિજય બાબુભાઈ ગામીતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર એક અજાણ્યા મુસાફરને ગંભીર ઈજાઓ થતાં વલસાડ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પાંચથી વધુ મુસાફરોને ઈજાઓ અકસ્માતમાં ટ્રક ચાલક શૈલેષ દેવળભાઈ ગામીતને હાથ તથા શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત બસમાં મુસાફરી કરી રહેલા આયેશા (રહે. અમદાવાદ), નવીન ભગુભાઈ ગામીત (રહે. બીલપુડી, ધરમપુર) અને સુલતાના પુલયા શેખ (રહે. વ્યારા) સહિત પાંચથી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ વાંસદા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વરસાદના કારણે બસ સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ અહેવાલ લખાય ત્યાં સુધી વાંસદા પોલીસ મથકે અકસ્માત અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી.
    Click here to Read More
    Previous Article
    Ram Mandir ‘theft’: Champat Rai, trustee Anil Mishra questioned, another arrest likely, say police
    Next Article
    થાઈલેન્ડથી આવેલા પાર્સલમાંથી 50 લાખનો શંકાસ્પદ ગાંજો ઝડપાયો:ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ અટકાવ્યું, બે પોલીથીનના પેકેટમાં 467.50 ગ્રામ જથ્થો મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment