Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાઈલેન્ડથી આવેલા પાર્સલમાંથી 50 લાખનો શંકાસ્પદ ગાંજો ઝડપાયો:ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ અટકાવ્યું, બે પોલીથીનના પેકેટમાં 467.50 ગ્રામ જથ્થો મળ્યો

    21 hours ago

    ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. ભારતમાં કરોડો રૂપિયાનું હવાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. તેમાંય વિદેશથી ઘુસાડતા ડ્રગ્સમાં ગાંજાનું પ્રમાણ વધુ હોય છે. આટલું ઓછું હોય તેમ વળી પાછું પાર્સલ મારફતે પણ ઘુસાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ ફોરેન પોસ્ટ ઓફિસ મારફતે પાર્સલો મોકલવામાં આવ્યા હતા. આ પાર્સલ પર સરનામું પૂરતું લખવામાં આવતું નહીં હોવાથી તપાસ અટકી જાય છે. પકડાયેલા શંકાસ્પદ ગાંજાની આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે અંદાજે કિંમત 50 લાખ આંકવામાં આવે છે. થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું ફોરેન પોસ્ટ ઓફિસમાં (એફપીઓ) અમદાવાદ ખાતે ગઇકાલ તા. 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન, અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું. પાર્સલમાં "લાકડાના બ્લોક્સ" હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં કિલો ગાંજાની કિંમત 1 કરોડ તપાસ કરતાં જાણવા મળ્યું કે, પાર્સલ કાર્ટન બોક્સ હતું જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત માલ ગાંજોથી ભરેલા 2 પોલીથીન પેકેટ હતા. પોલીથીન પેકેટ સાથે શંકાસ્પદ માલ ગાંજોનું કુલ વજન 467.50 ગ્રામ છે. આંતર રાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે એક કિલો ગાંજાની કિંમત એક કરોડ ગણવામાં આવે છે. પરંતુ આ પાર્સલમાંથી 467.5 ગ્રામ હોવાથી 50 લાખની કિંમત ગણી શકાય. એનડીપીએસ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પાર્સલ પર લખવામાં આવેલા સરનામાના આધારે કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વાંસદા-ધરમપુર રોડ પર એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં બેનાં મોત:પાંચથી વધુ મુસાફરો ઘાયલ, વરસાદના કારણે બસ સ્લીપ થતાં સર્જાયો અકસ્માત
    Next Article
    Trump Asked Officials To Drop Signal. His Inner Circle Ignored His Advice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment