Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ:જમાલપુર-ખાડિયામાં પાણી મુદ્દે રજૂઆત કરવા શહેર પ્રમુખને આવવું પડ્યું, કહ્યું- વિપક્ષ નેતા ટૂંક સમયમાં નીમાશે

    1 week ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની નિમણૂક હજી સુધી કરવામાં આવી નથી, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં અભાવ જોવા મળી રહ્યો છે. કોટ વિસ્તારમાં જમાલપુર અને ખાડિયામાં પાણીના મુદ્દે શહેર પ્રમુખ બે વોર્ડના પ્રમુખ અને કોર્પોરેટરો સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા ગયા હતા. જોકે મ્યુનિસિપલ કમિશનર મળ્યા નહીં અને મેયર કોંગ્રેસના પ્રતિનિધિત્વ પણ રાહ જોઈને કાર્યક્રમમાં નીકળી ગયા હતા. કોંગ્રેસમાં વિપક્ષના નેતા જેવા નેતૃત્વ ન હોવાને લઈને રજૂઆત પણ કોઈ સાંભળે નહીં તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જોકે શહેર પ્રમુખે કહ્યું હતું કે, વિપક્ષના નેતા બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં વિપક્ષના નેતાની જાહેરાત કરવામાં આવશે. નાગરિકોને દૂષિત અને ખરાબ પાણી મળતું હોવાની ફરિયાદ મળતી માહિતી મુજબ, અમદાવાદના કોટ વિસ્તારના નાગરિકોને દૂષિત અને ખરાબ પાણી મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ જનહિતના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ પોતે જમાલપુર અને ખાડિયા વોર્ડના કોર્પોરેટરો અને પ્રમુખ સાથે AMC મુખ્ય ઓફિસ ખાતે હાજર રહ્યા હતા. જોકે, કમિશનર પોતાની ચેમ્બરમાં હાજર ન હોવાને કારણે કોંગ્રેસના નેતાઓએ રજૂઆત કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. જમાલપુર અને ખાડિયા જેવા વિસ્તારમાં પાણીની સમસ્યા માટે શહેર પ્રમુખને પોતે આવવું પડ્યું હતું અને મેયરને મળવા માટે તૈયાર હતા, પરંતુ તેઓ રજૂઆત કરવા મોડા આવ્યા તેના કારણે મેયર પોતાના નિર્ધારિત કાર્યક્રમમાં નીકળી ગયા હતા. AMC કોંગ્રેસમાં નેતૃત્વનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરોની ગેરહાજરી આંખે ઊડીને વળગી શહેર પ્રમુખ બે વોર્ડની સમસ્યા માટે આવ્યા હતા, ત્યારે વોર્ડના કોર્પોરેટરોની ગેરહાજરી સ્પષ્ટપણે આંખે ઊડીને વળગી હતી. એટલું જ નહીં, સ્થાનિક પ્રશ્ન હોવા છતાં જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય પણ આ રજૂઆતમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. વિપક્ષના નેતાની હજી સુધી નિમણૂક કરવામાં આવી નથી તેના કારણે પ્રતિનિધિત્વ ન હોવાથી શહેર પ્રમુખને આવવું પડ્યું છે. વિપક્ષના નેતાની નિમણૂંક અંગે જણાવ્યું હતું કે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ આપી દીધો. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં એક સાથે જ તમામ વિપક્ષના નેતાઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં રોગચાળો રોકવા એક્શન પ્લાન:ગાંધીનગર જિલ્લામાં કાલથી 2 લાખ ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વેનો દ્વિતીય રાઉન્ડ શરૂ, ડેન્ગ્યુ-મેલેરિયા ડામવા કવાયત
    Next Article
    US Supreme Court Upholds Bans On Transgender Athletes In Women Sports

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment