Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે એન્ટી ડ્રગ ડે પર રેલી યોજી:નશાની નકારાત્મક અસરો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

    9 hours ago

    પંચમહાલ પોલીસે ૩૦ જૂનના રોજ ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. ગોધરા શહેરમાં યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નશાની નકારાત્મક અસરો પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો હતો. વિશ્વભરમાં ડ્રગ્સના દૂષણને નાથવા અને યુવાધનને બરબાદ થતું અટકાવવા દર વર્ષે 'ઇન્ટરનેશનલ એન્ટી ડ્રગ ડે' ઉજવવામાં આવે છે. આ અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસે આ પહેલ કરી હતી. આ રેલીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), ટ્રાફિક વિભાગ સહિત પોલીસના વિવિધ વિભાગોના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્ર નિર્માણના પ્રતીક સમાન NCCના કેડેટ્સ પણ ડ્રગ્સ વિરોધી સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી પોલીસ અધિક્ષક બી.એલ. દેસાઈએ આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ રેલીમાં 'ડ્રગ્સને ના કહો, જિંદગીને હા કહો' જેવા સંદેશાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ જનજાગૃતિ રેલીનું સમાપન પોલીસ અધિક્ષક કચેરી ખાતે થયું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરત પાલિકાનો નવો પરાક્રમ, કાર સાથે જ રસ્તો પૂરી દીધો:રાંદેરના ખાડામાં ખાબકેલી કારને બહાર કાઢવાને બદલે ઉપર જ કપચી નાખી ખાડો પૂરી દીધો
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સુરતમાં 4 ઈંચ વરસાદે મનપાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી, વજન ઉતારવા જતા મહિલાએ 1.77 કરોડ ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment