Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પાલિકાનો નવો પરાક્રમ, કાર સાથે જ રસ્તો પૂરી દીધો:રાંદેરના ખાડામાં ખાબકેલી કારને બહાર કાઢવાને બદલે ઉપર જ કપચી નાખી ખાડો પૂરી દીધો

    10 hours ago

    આધુનિક ટેક્નોલોજી અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની એક એવી અદભુત "બુદ્ધિનું પ્રદર્શન" કરતી ઘટના સામે આવી છે, જેને જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકો માથું ખંજવાળી રહ્યા છે. રાંદેર વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારીના કારણે એક કાર ખાડામાં ખાબકી ગઈ હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે પાલિકાના તંત્રએ ગાડીને બહાર કાઢવાની તકલીફ લેવાને બદલે, કારની અંદર જ રાખીને ઉપર કપચી-માટી નાખી ખાડો પૂરવાનો અનોખો જુગાડ કરી નાખ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ઝઘડિયા ચોકડી પાસે થોડા દિવસો પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામ અર્થે રસ્તા પર મોટું ખોદાણ કરવામાં આવ્યું હતું. કામ પૂરું થયા બાદ નિયમ મુજબ રસ્તાનું યોગ્ય પૂરાણ કરવાનું હોય છે, પરંતુ દર વખતની જેમ તંત્રએ આ કામને અધૂરું છોડી દીધું હતું. દરમિયાન વહેલી સવારે સુરતમાં પડેલા વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાને કારણે વાહનચાલકો માટે ખાડાનો અંદાજ મેળવવો મુશ્કેલ બન્યો હતો. વહેલી સવારે ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટરકાર આ મોટા ખાડામાં જોરદાર રીતે ખાબકી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી. સામાન્ય રીતે આવી ઘટના બને ત્યારે ક્રેન અથવા જેસીબી મશીન બોલાવીને તાત્કાલિક ધોરણે વાહનને સુરક્ષિત બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ રસ્તાનું સમારકામ થાય છે. પરંતુ અહીં પાલિકાના એન્જિનિયરો અને અધિકારીઓએ અલગ જ રસ્તો અપનાવ્યો. અધિકારીઓ પાસે ગાડી સાઈડમાં ખસેડવાનો કે ક્રેન બોલાવવાનો સમય ન હોય તેમ, તેમણે સ્થળ પર હાજર મજૂરો અને કોન્ટ્રાક્ટરને ખાડો પૂરવાની સૂચના આપી દીધી. મજૂરોએ પણ ગાડીને અંદર જ રહેવા દઈને, તેની આસપાસ અને ઉપર કપચી તેમજ મેટલ નાખીને ખાડો પૂરવાનું કામ શરૂ કરી દીધું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓની આ આળસ અને અણઘડ વહીવટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સુરતીઓએ પાલિકાની ભારે ફજેતી કરવાનું શરૂ કર્યું છે. ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ સુરત પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે આ "બુદ્ધિના પ્રદર્શન" બાદ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ જાગશે ખરા? અને જે ગાડી માલિકને આ નુકસાન વેઠવું પડ્યું છે તેને વળતર મળશે કે કેમ, તે મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના વેપારીઓ સોમનાથ સુધી પદયાત્રા કરશે:અપૂરતા વરસાદ માટે મેઘરાજાને મનાવવા પ્રાર્થના
    Next Article
    પંચમહાલ પોલીસે એન્ટી ડ્રગ ડે પર રેલી યોજી:નશાની નકારાત્મક અસરો પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment