Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પાંચ દિવસીય ફ્રી એક્યુપ્રેશર કેમ્પ શરૂ:બ્રાસ ફાઉન્ડ્રી એસો. અને વિવેકાનંદ સોસાયટી દ્વારા આયોજન કરાયું

    22 hours ago

    જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન અને સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. જામનગરના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય ફ્રી એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિનો કેમ્પ શરૂ થયો છે. આ કેમ્પ સોસાયટીની હેડ ઓફિસ "વિવેકાનંદ ભવન", ઉત્સવ પાર્ક, પ્લોટ નં. 4-14-15, હરિયા કોલેજ આગળ, ઇન્દિરા ગાંધી માર્ગ, જામનગર ખાતે યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં ચિકનગુનિયા, જૂના સાંધાના દુખાવા, કમર દર્દ, પેટના રોગો, માઇગ્રેન, પેરાલિસિસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળું અને અન્ય દરેક બીમારીઓનું નિદાન દવા વગર (હાથ અને પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન દ્વારા આવા સર્વરોગ નિદાન કેમ્પનું અવારનવાર આયોજન કરવામાં આવે છે. કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશનના પ્રમુખ કરશનભાઈ જી. ટીંબડીયા, ઉપપ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, મંત્રી સવજીભાઈ એસ. તરવિયા, સહમંત્રી હસમુખભાઈ જી. સંઘાણી, ખજાનચી બાવનજીભાઈ જી. દોમડીયા તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ.ના હોદ્દેદારો, ડિરેક્ટરો અને નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા હેમતકુમાર પણ હાજર રહ્યા હતા. આ કેમ્પ 28 જૂન, 2026(રવિવાર) થી 2 જુલાઈ, 2026(ગુરુવાર) સુધી ચાલશે. ડો. રામમનોહર લોહિયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ અને હેમતકુમાર આ કેમ્પમાં સેવાઓ આપશે. જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન અને સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અટલ ગાર્ડન ખાતે સહકાર સપ્તાહ નિમિત્તે વૃક્ષારોપણ:APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલ જોડાયા, પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો
    Next Article
    ‘પિતૃદોષ છે, ઘરમાં પૈસા નહીં ટકે’, અંધશ્રદ્ધાનો LIVE ડેમો:કાઠીયાવાડી પરિવારોને જ ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, સુરતમાં તાંત્રિક વિધિના બહાને ત્રણ પરિવારોનું સોનુ પડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment