Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં યુવક પર ધોકા વડે હુમલો:યુવતી સાથે વાત કરવા મુદ્દે માર મારી ધમકી આપી, ત્રણ સામે ગુનો

    3 days ago

    પાટણ શહેરના મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં એક યુવક પર ધોકા અને ફેટો વડે હુમલો કરવામાં આવ્યો છે. જૂની મિત્રતાની અદાવતમાં ત્રણ વ્યક્તિઓએ આ હુમલો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પાટણ સિટી પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત 27 જૂન 2026 ના રોજ સાંજના સમયે આ ઘટના બની હતી. પાટણના મીરા દરવાજા ભીલવાસમાં જોગણી માતાજીના મંદિર આગળ 18 વર્ષીય વારીશભાઈ મનુભાઈ ભીલ બેઠા હતા. તે સમયે તેમના જ મહોલ્લામાં રહેતા ગોવિંદભાઈ રામજીભાઈ ભીલ, અશોકભાઈ રામજીભાઈ ભીલ અને કંચનબેન રામજીભાઈ ભીલ ત્યાં આવ્યા હતા. આરોપીઓએ વારીશભાઈને "તું અમારી દીકરી જાનવીને કેમ બોલાવે છે?" તેમ કહીને ઝઘડો શરૂ કર્યો હતો. વારીશભાઈએ સ્પષ્ટતા કરી કે જાનવી સાત મહિના પહેલા તેની મિત્ર હતી, પરંતુ હાલમાં તે તેને બોલાવતો નથી. તેમ છતાં, આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા. ઝઘડો ઉગ્ર બનતા, ગોવિંદભાઈ ભીલે તેમના હાથમાં રહેલા ધોકા વડે વારીશભાઈના જમણા ગાલ પર માર માર્યો હતો. અશોકભાઈ ભીલે વારીશભાઈની પીઠના ભાગે ધોકા વડે પ્રહાર કર્યા હતા. કંચનબેને યુવકના મોઢાના ભાગે ઉપરાઉપરી ફેટો મારી ઈજા પહોંચાડી હતી. વારીશભાઈએ બૂમાબૂમ કરતા તેમના કુટુંબી ભાઈઓ રાજભાઈ મુકેશભાઈ ભીલ અને સંજયભાઈ રામાભાઈ ભીલ વચ્ચે પડ્યા હતા. તેમણે વારીશભાઈને વધુ મારથી બચાવ્યા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ "હવે પછી ઘરની બહાર નીકળ્યો તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વારીશભાઈને તેમના કુટુંબીજનો સારવાર માટે રીક્ષામાં ધારપુર હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ આરોપી ઝડપાયા:સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી, એકની શોધખોળ ચાલુ
    Next Article
    ઘરમાં કુંડાળું વળીને 'તીનપત્તી' રમતા 10 શખ્સો ઝડપાયા:કઠોરગામમાં જુગારઅડ્ડા પર પોલીસ ત્રાટકી, ભાગવાનો મોકો જ ન મળ્યો, ભારે જોવા જેવી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment