Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપાની સામાન્ય સભામાં મહત્ત્વના નિર્ણયો લેવાયા:વિવિધ સમિતિઓ રચાઈ, ચેરમેનો નિમાયા, સિટી બસ ટાઈમ ટેબલ મંજૂર

    7 hours ago

    વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મેયર દક્ષાબેન રાજેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શહેરના વિકાસને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા, જેમાં વિવિધ વિષય સમિતિઓની રચના, તેમના ચેરમેનોની નિમણૂક અને મનપા સંચાલિત સિટી બસ સેવાના નવા ટાઈમ ટેબલને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. સભાની શરૂઆતમાં મેયર દક્ષાબેન પટેલે ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, કોર્પોરેટરો અને અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, 22 જૂન, 2026ના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકની કાર્યવાહીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં વિવિધ વિષય સમિતિઓની રચનાની જાહેરાત કરાઈ હતી. સ્થાયી સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલે સમિતિઓના ચેરમેનો અને સભ્યોના નામ જાહેર કર્યા હતા. મેયર દક્ષાબેન પટેલે સમિતિઓની રચનાનો ઠરાવ રજૂ કર્યો, જેને ડેપ્યુટી મેયર મીતેશભાઈ દેસાઈએ ટેકો આપ્યો હતો. સભાએ સર્વાનુમતે તમામ સમિતિઓની રચના અને ચેરમેનોની નિમણૂકોને મંજૂરી આપી હતી. નિમણૂક કરાયેલા ચેરમેનોમાં આરોગ્ય સમિતિના સંદીપ અમૃતભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિના જયેશભાઈ કંસારા, પાણી પુરવઠા સમિતિના કૌશિકભાઈ પટેલ, નગર નિયોજન સમિતિના મિત્તલબેન કુંજલ શાહ, સમાજ કલ્યાણ, આનંદ-પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના ટીનાબેન હળપતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગટર સમિતિમાં ભવલેશભાઈ કોટડીયા, કાયદા સમિતિમાં નેહલબેન મનીષભાઈ નાયક, હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિમાં મનીષાબેન દાયમા, ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં દેવલબેન દેસાઈ, લાઈટ અને ફાયર સમિતિમાં રણજીતભાઈ પટેલ તથા જાહેર પરિવહન પ્રવૃત્તિ સમિતિમાં દર્પણ વિનોદરાય દેસાઈની નિમણૂક કરવામાં આવી હતી. બેઠકમાં વાપી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાના નવા ટાઈમ ટેબલને પણ મંજૂરી અપાઈ હતી. મનપાના જણાવ્યા અનુસાર, નવા સમયપત્રકથી શહેરના મુસાફરોને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ બનશે. સભાનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશભાઈ વાળંદે કર્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, સ્થાયી સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર મીતેશભાઈ દેસાઈ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે મેયર દક્ષાબેન પટેલે તમામ સભ્યો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શહેરના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાસભર નાગરિક સુવિધાઓ માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. નવી રચાયેલી સમિતિઓના સહયોગથી વિકાસકાર્યોને વધુ ગતિ અપાશે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષાચાલકે બાળક અને દંપતીને જોરદાર ટક્કર મારી, VIDEO:નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, અકસ્માત કરીને ફૂટપાથ પર રિક્ષા ચડાવી દીધી, સુરત પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    Is Singapore the Best Country to Live in | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment