Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં 'નો ડ્રગ્સ કેમ્પેઈન' હેઠળ જાગૃતિ કાર્યક્રમ:શાળાઓ-કોલેજોમાં યુવાનોને વ્યસનમુક્ત જીવનનો સંદેશ અપાયો

    19 घंटे पहले

    વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં 'નો ડ્રગ્સ કેમ્પેઈન – રાઈડ ફોર યુથ' અંતર્ગત વિવિધ શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. યુવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઇન્વિન્સીબલ એનજીઓ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 13 વર્ષથી યુવા વિકાસ અને સામાજિક ક્ષેત્રે કાર્યરત ઇન્વિન્સીબલ એનજીઓ દ્વારા આ અભિયાનનું આયોજન કરાયું છે. 29 જૂનથી 10 જુલાઈ દરમિયાન 'રાઈડ ફોર યુથ' હેઠળ 32 સભ્યોની ટીમ ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, સાસણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ સહિત 13 શહેરોમાં 250થી વધુ શાળા, કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે, 'રાઈડ ફોર યુથ'ની ટીમ સુરેન્દ્રનગર શહેરમાં પહોંચી હતી. અહીં શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ કાર્યક્રમો યોજાયા, જેમાં સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) ખાસ ઉપસ્થિત રહ્યા અને યુવાનોને સંબોધિત કર્યા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ, પ્રેરણાત્મક સેમિનાર અને ડ્રગ્સના શારીરિક, માનસિક તેમજ સામાજિક દુષ્પ્રભાવો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત જીવન જીવવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વ્યસનથી દૂર રહી જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ કર્યો. ઇન્વિન્સીબલ એનજીઓની ટીમે વિદ્યાર્થીઓને જણાવ્યું કે ડ્રગ્સ સામેની લડાઈ માત્ર કાયદાની નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે. દરેક યુવાન યોગ્ય નિર્ણય લઈ અને અન્ય લોકોને પણ જાગૃત કરે તો જ ડ્રગ્સમુક્ત ગુજરાત અને ડ્રગ્સમુક્ત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. આ અભિયાન દ્વારા "નશામુક્ત યુવા – સશક્ત ભારત"ના સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી:મોટરસાઇકલ સવારે પરિણીતાનો નંબર માંગતા ઇનકાર કરતા હાથ પકડીને કરી છેડતી કરી બિભત્સ ઇશારા કર્યા
    Next Article
    Pune Inc | How gourmand Karen Anand’s curated trips go beyond traditional tourism

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment