Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલ રોડ પર ચાલવા નીકળેલી પરિણીતાની છેડતી:મોટરસાઇકલ સવારે પરિણીતાનો નંબર માંગતા ઇનકાર કરતા હાથ પકડીને કરી છેડતી કરી બિભત્સ ઇશારા કર્યા

    20 hours ago

    ભાવનગર શહેરના જેલ રોડ વિસ્તારમાં એક પરિણીતા જ્યારે રાત્રિના સમયે ચાલવા માટે નીકળી હતી, ત્યારે એક મવાલી ઈસમે તેનું બાઈક પર પીછો કરી, બિભત્સ ઈશારા કરી અને હાથ પકડીને છેડતી કરતા પરિણીતાએ નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર આકાશદીપ કોમ્પ્લેક્ષમાં રહેતી 25 વર્ષીય ખુશાલી ગરણીયા ગત તા.28 જૂનની રાત્રે નવેક વાગ્યાના સુમારે એકલી જેલ રોડ પર ચાલવા નીકળ્યા હતા, સવા નવેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે ડોક્ટર કેફે સામેથી એક બાઈક ચાલક તેમનો પીછો કરવા લાગ્યો હતો, ઈસમે એ બીમ્સ હોસ્પિટલ પાસે બાઈક ઊભું રાખી યુવતી સામે જોઈને બિભત્સ ઈશારા કર્યા હતા, ત્યારબાદ ભાજપ કાર્યાલય પાસે આરોપીએ બાઈક યુવતીની નજીક લાવી હોર્ન વગાડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને યુવતી પાસે મોબાઈલ નંબરની માંગણી કરી હતી, યુવતીએ વિરોધ કરતા ઈસમે એ તેનો હાથ પકડી લીધો હતો, જ્યારે યુવતીએ પોલીસ બોલાવવાની ચીમકી આપી, ત્યારે ઈસમેએ તેની સાથે ઝપાઝપી કરી ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ડરી ગયેલી યુવતીએ તાત્કાલિક પોતાના પતિ નીરવ ગરણીયાને જાણ કરી હતી, બાદમાં પતિએ પોતાની રીતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ શખ્સનું નામ શિવમ ગૌરસ્વામી છે અને તે કાળીયાબીડ વિસ્તારમાં રહે છે આ આરોપીએ GJ-04-AS-0233 નંબરની સ્પ્લેન્ડર મોટરસાઈકલનો ઉપયોગ કર્યો હતો યુવતીના પરિવાર દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં સાત દિવસના વિરામ બાદ ફરી વરસાદ:સાપુતારા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશી
    Next Article
    વઢવાણમાં 'નો ડ્રગ્સ કેમ્પેઈન' હેઠળ જાગૃતિ કાર્યક્રમ:શાળાઓ-કોલેજોમાં યુવાનોને વ્યસનમુક્ત જીવનનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment