Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં મુખ્ય માર્ગ પર ખાડા, વાહનચાલકો પરેશાન:અમદાવાદ, ભાવનગર, અમરેલી જેવા શહેરોને જોડતા રસ્તાની હાલત ખરાબ

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડા માથી શહેરોને જોડતા મુખ્ય માર્ગ પર વર્ષોથી ખાડાઓની સમસ્યા છે. આ માર્ગ અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા મુખ્ય શહેરોને ગઢડા સાથે જોડે છે. વાહનચાલકોને આના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગઢડા શહેરના જીનનાકા વિસ્તારમાંથી પસાર થતો આ માર્ગ હજારો વાહનચાલકો માટે દૈનિક અવરજવરનો મુખ્ય આધાર છે. રસ્તા પરના મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે, ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ રહેલું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા દસ વર્ષથી આ સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે, જેમાં ખાડાઓમાં માટી કે કપચી નાખવામાં આવે છે. જોકે, થોડા જ સમયમાં રસ્તો ફરીથી બિસ્માર બની જાય છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ હોવાથી દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો અહીં આવે છે. શહેરના પ્રવેશદ્વાર સમાન આ માર્ગની ખરાબ હાલત યાત્રાળુઓ અને સ્થાનિકો બંને માટે મુશ્કેલી ઊભી કરે છે. સ્થાનિકો કનુભાઈ જેબલીયા અને અજય ઝાલાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વર્ષોથી ચાલતી આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે. વાહનચાલકો અને સ્થાનિકો તંત્ર પાસેથી કામચલાઉ સમારકામ નહીં, પરંતુ રસ્તાના કાયમી સમારકામની અપેક્ષા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સપડા ગણપતિ ધ્વજારોહણ ધ્વજારોહણ ઉત્સવ સંપન્ન:મહિલા સખીમંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરાયું
    Next Article
    Brendon McCullum Reveals Chat With Ben Stokes Before England Captain Called It Quits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment