Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના પ્રમુખ ભાવનાબેને કૈલાસ-માનસરોવર યાત્રા પૂર્ણ કરી:ભારત તિબ્બત સંઘનાં જામનગર મહિલા વિભાગે તેમનું સન્માન કર્યું

    4 days ago

    વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના પ્રમુખ ભાવનાબેન પરમાર કૈલાસ-માનસરોવરની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને જામનગર પરત ફર્યા છે. ભારત તિબ્બત સંઘ જામનગર મહિલા વિભાગ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાત્સલ્યધામ ખાતે એક શુભેચ્છા મુલાકાત અને અનુભવ કથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભારત તિબ્બત સંઘ પ્રદેશ મહિલા મંત્રી ડિમ્પલબેન જે. રાવલ, પ્રદેશ શોધ અને વિકાસ પ્રબંધ સહસંયોજક ડૉ. પૂર્ણિમા એ. નંદા, જામનગર ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ અધ્યક્ષ પાયલબેન શર્મા, ધારાબેન પુરોહિત, રીટાબેન ઝિંઝુવાડીયા, મીનાક્ષીબેન અને દિસીતાબેન પંડ્યા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંઘના સભ્યો દ્વારા ભાવનાબેન પરમારનું પુષ્પમાળા, પુસ્તક અને ખેસ દ્વારા અભિવાદન સત્કાર કરવામાં આવ્યું હતું. ભાવનાબેને કૈલાસ-માનસરોવરની અદભુત અને ઐતિહાસિક યાત્રાના પોતાના અનુભવોનું સુંદર વર્ણન કર્યું હતું. આ તકે તેમણે ભારતીય પરંપરા અને ઐતિહાસિક વારસાને જાળવવા પર ભાર મૂક્યો. તેમણે માનસરોવરને અધ્યાત્મનું શિખર અને ભારતનું ગૌરવ ગણાવી, દરેક ભારતીયને આ યાત્રાધામ પ્રત્યે કટિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હાટકેશ્વર ચાર રસ્તા સંપૂર્ણપણે બંધ કરાશે:બંને તરફ 100 મીટર યુ ટર્ન લેવો પડશે, પીક અવર્સમાં ટ્રાફિક પોલીસ હાજર રહેશે, AMC-ટ્રાફિક પોલીસની સંયુક્ત વિઝિટ
    Next Article
    Ahmed Khan reveals why Sanjay Dutt quit Welcome To The Jungle after starting shoot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment