Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાટકેશ્વર ચાર રસ્તા સંપૂર્ણપણે બંધ કરાશે:બંને તરફ 100 મીટર યુ ટર્ન લેવો પડશે, પીક અવર્સમાં ટ્રાફિક પોલીસ હાજર રહેશે, AMC-ટ્રાફિક પોલીસની સંયુક્ત વિઝિટ

    4 days ago

    અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. કેપ્સુલ પ્રકારના ડિઝાઇન બનાવીને ટ્રાફિકને સતત ચાલુ રાખવાની કામગીરીના ભાગરૂપે હાટકેશ્વર ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સીટી ઇજનેર સહિતના અધિકારીઓ અને ટ્રાફિક ડીસીપી તેમજ પીઆઇ સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ટેમ્પરરી બેરીકેટ લગાવીને બંધ કરેલા ચાર રસ્તા પર હવે ડિવાઇડર લગાવી સંપૂર્ણ પણે બંધ કરી 100 મીટર યુ ટર્ન કરવામાં આવશે. યુટર્ન વખતે બીજી તરફથી આવતા વાહનોને તકલીફ ન પડે તે પ્રમાણે ડિઝાઇન તૈયાર કરવા માટે AMC અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે ટ્રાફિકને લઈને ચાર રસ્તા બંધ કરીને 100 મીટર દૂર યુ ટર્ન અપાય છે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી ખાસ કરીને મોટા ચાર રસ્તા પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક થાય છે ત્યાં વચ્ચેના ચાર રસ્તા બંધ કરી અને 100 મીટર દૂર યુ ટર્ન આપવામાં આવે છે. જેને પોલીસ દ્વારા કેપ્સુલ ડિઝાઇન કહેવામાં આવે છે. જેનો હાટકેશ્વર ચાર રસ્તા પર પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. 132 ફૂટના રોડ તરફથી આવતાં બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટીને હિમાંશુ મહેતા સહિતના AMC અધિકારીઓ અને પૂર્વના ટ્રાફિક ડીસીપી નરેશ કણજારીયા તેમજ પી.આઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાટકેશ્વર ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા દૂર કરવા કેપ્સુલ પ્રકારની ડિઝાઇનને સફળ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી હતી. હાલ ટેમ્પરરી બેરીકેટિંગ કરીને બાદમાં પરમેનેન્ટ બંધ કરાશે હાટકેશ્વર ચાર રસ્તા પર બેરીકેટિંગ કરવામાં આવ્યા છે. તેના કારણે 132 ફૂટ રીંગ રોડ પર મણીનગર ગુરુજી બ્રિજ તરફથી જે લોકો આવી રહ્યા છે તેમણે ડાબી તરફ વળી યુટન લઈને અમરાઈવાડી તરફ જવાનું હોય છે, જ્યારે ખોખરા અને સીટીએમ તરફથી આવતા લોકો સીધા જઈ શકે છે. ટેમ્પરરી બેરીકેટિંગ કરવામાં આવ્યું છે પરંતુ હવે તેને પરમેનેન્ટ બંધ કરવામાં આવશે જેના માટે 50 મીટર સુધી વચ્ચે ડિવાઈડર લગાવી દેવામાં આવશે અને યુ ટર્ન આપવામાં આવશે. યોગ્ય રીતે ડિઝાઇન બનાવવા માટે આજે સૂચન આપવામાં આવ્યું છે જેનાથી લોકોને અવર-જવરમાં તકલીફ ન પડે અને અકસ્માત પણ ન થાય. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત રહેશે ખોખરા અને સીટીએમ તરફ બંને છેડે રોડની પહોળાઈ થોડી રાખવા માટે પણ ટ્રાફિક પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે. જેના કારણે ખોખરા અને સીટીએમ તરફથી આવનારા વાહન ચાલકો યુ ટર્ન લઈને આવનારા વાહન સાથે અકસ્માત ન થાય તેના માટે જણાવ્યું છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો ત્યાં હાજર રહેશે. પરંતુ દિવસ દરમિયાન પોલીસને ત્યાં જરૂર નહીં પડે તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાટકેશ્વર ચાર રસ્તા ઉપર સૌથી વધારે રિક્ષાચાલકો અને રોડ ઉપર લોકો બેફામ રીતે વાહન પાર્ક તેમજ લારીઓનું દબાણ હોય છે જેને દૂર કરવું જરૂરી છે. ટ્રાફિક પોલીસ ત્યાં હાજર રહીને જે લોકો રોડ ઉપર ઉભા રહી ટ્રાફિકને અડચણરૂપ બને છે એવા લોકોને પણ દૂર કરશે તો પણ ટ્રાફિકની સમસ્યા ઘણી દૂર થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં બે યુવકને છરી મારી કારમાં તોડફોડ, VIDEO:એક શખસ ICUમાં, જાહેર રોડ પર અફરાતફરી; રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપી 1.10 કરોડ પડાવ્યા
    Next Article
    વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના પ્રમુખ ભાવનાબેને કૈલાસ-માનસરોવર યાત્રા પૂર્ણ કરી:ભારત તિબ્બત સંઘનાં જામનગર મહિલા વિભાગે તેમનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment