Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિશા બેઠકમાં સાંસદ ધવલ પટેલે વિકાસ કાર્યોની કરી સમીક્ષા:ચોમાસું, વીજળી, પાણી, આયુષ્યમાન કાર્ડ પર ભાર મૂક્યો

    2 days ago

    લોકસભા દંડક અને વલસાડ-ડાંગ વિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વહીવટી વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી વિકાસલક્ષી યોજનાઓ અને ચાલુ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદે ઉપસ્થિત તમામ સંબંધિત અધિકારીઓને પ્રજાલક્ષી કાર્યો સમયબદ્ધ અને પરિણામલક્ષી રીતે પૂર્ણ કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો અને સૂચનો આપ્યા હતા. ચોમાસાની પૂર્વતૈયારીઓ અને વીજ પુરવઠો સુદ્રઢ કરવા આદેશ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને બેઠકમાં વહીવટી તંત્રની સજ્જતા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલે DGVCL વિભાગને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાય, ત્યારે તાત્કાલિક ટેકનિકલ ફોલ્ટ દૂર કરી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માટે હેલ્પલાઈન સેવાઓને વધુ અસરકારક રીતે કાર્યરત રાખવા, અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી ઝડપી બનાવવા તેમજ નવા વીજ જોડાણોની પ્રક્રિયાને વધુ સરળ અને પ્રજાભિમુખ બનાવવા જણાવાયું હતું. આ ઉપરાંત, નગરપાલિકાઓને પણ ચોમાસા પૂર્વેની તૈયારીઓ જેવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવી, ગટર લાઈનોની સફાઈ અને સામાન્ય સ્વચ્છતા સંબંધિત પ્રશ્નોનો નિકાલ લાવવા માટે આગોતરી કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. લોકકલ્યાણ યોજનાઓ અને આયુષ્યમાન કાર્ડ અભિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ સમાજના અંતિમ છેડાના માનવી સુધી પહોંચે તે હેતુથી બેઠકમાં વિવિધ વિભાગોની પ્રગતિ તપાસવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય સુરક્ષા આપતા આયુષ્યમાન કાર્ડનો વ્યાપ વધારવા માટે જિલ્લામાં વિશેષ કેમ્પનું આયોજન કરવા આરોગ્ય વિભાગને સૂચના અપાઈ જેથી વધુમાં વધુ લાભાર્થીઓને આવરી શકાય. ઈ-શ્રમ પોર્ટલ પર બાકી રહેલા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનું વધુમાં વધુ નોંધણીકરણ કરવા પર ભાર મુકાયો. 'બેટી બચાવો-બેટી પઢાવો' અભિયાન, સખી વન સ્ટોપ સેન્ટર અને નિરાધાર મહિલાઓ માટેની 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' ની પ્રગતિની પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ સમયસર અને કોઈ પણ અવરોધ વિના મળી રહે તે માટે આયોજનબદ્ધ વહીવટી પ્રક્રિયા હાથ ધરવા સાંસદે વિશેષ તાકીદ કરી હતી. ખેતીવાડી, પાણી પુરવઠો અને શહેરી બ્યુટિફિકેશન ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે 'આત્મા પ્રોજેક્ટ' હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા, ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને વ્યાપક તાલીમ કાર્યક્રમો યોજવા માટે કૃષિ વિભાગને જણાવાયું હતું. તેમજ ભવિષ્યમાં જિલ્લાના કોઈપણ તાલુકામાં પીવાના કે સિંચાઈના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને અત્યારથી જ આગોતરું આયોજન કરવા તાકીદ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગને જિલ્લાના નવા બનેલા ઓવરબ્રિજ પર નાગરિકોની સુરક્ષા કાજે તાત્કાલિક સ્ટ્રીટલાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ હતી. શહેરોમાં સુંદરતા વધારવા, જાહેર સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ અને જિલ્લામાં પ્રવાસનની નવી તકો વિકસાવવા માટે એક સુગ્રથિત પ્લાન તૈયાર કરવા પર બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ આ મહત્વપૂર્ણ દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, વરિષ્ઠ ધારાસભ્યો સર્વશ્રી રમણલાલ પાટકર, અરવિંદભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર નિતીન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોટ, ડીઆરડીએના નિયામક એ.કે. કલસરીયા, વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો, વાપી મહાનગરપાલિકાના કમિશનર તેમજ અન્ય વિવિધ લાઈન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપીને જરૂરી વિગતો રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'હાથ જોડું છું, અટકળો ન લગાવો, મોતને વાર્તા ન બનાવો':મિત્રએ ફ્લેટમાં આત્મહત્યા કરી લીધા બાદ એક્ટ્રેસ કૃષિ થાપંદાએ મૌન તોડ્યું
    Next Article
    BJP Has No "Sharam" Or "Dharam": Akhilesh Yadav On Ram Temple Theft Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment