Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હાથ જોડું છું, અટકળો ન લગાવો, મોતને વાર્તા ન બનાવો':મિત્રએ ફ્લેટમાં આત્મહત્યા કરી લીધા બાદ એક્ટ્રેસ કૃષિ થાપંદાએ મૌન તોડ્યું

    2 days ago

    થોડા સમય પહેલા જ કન્નડ એક્ટ્રેસ કૃષિ થાપંદાના ઘરે એક જાણીતા ઉદ્યોગપતિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણકારી સામે આવ્યા બાદ ઘણા લોકો આ આત્મહત્યા સાથે એક્ટ્રેસનું નામ જોડી રહ્યા છે. હવે એક્ટ્રેસે અટકળો પર મૌન તોડીને ભાવુક અપીલ કરી છે. 'મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે આ લખવું પડશે' કૃષિએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આવું કંઈક લખવું પડશે. મારી પાસે ન તો તાકાત બચી છે અને ન તો માનસિક હિંમત કે હું આ બધું લખી શકું કે દુનિયા સામે રજૂ કરી શકું. આ મુશ્કેલ સમયમાં છેલ્લી વસ્તુ જે હું કરવા માંગતી હતી, તે કોઈ સાર્વજનિક નિવેદન આપવાનું હતું.’ 'કપરી સ્થિતિમાં અમારી પાસેથી સફાઈની અપેક્ષા રાખવામાં આવી રહી છે' એક્ટ્રેસે આગળ લખ્યું, ‘જ્યારે આપણે એવા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ, જેની કલ્પના પણ કરી શકાતી નથી, ત્યારે અમારી પાસેથી તેની સફાઈ આપવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોએ મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જે કંઈ પણ થયું છે, તેની વચ્ચે મેં મારા ખૂબ જ નજીકના વ્યક્તિને પણ ગુમાવી દીધો છે.’ કૃષિએ આગળ લખ્યું, ‘તેને ગુમાવવાથી મારા જીવનમાં એવી ખાલીપો આવી ગયો છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આ દુઃખને વધુ કઠિન એટલા માટે બનાવવામાં આવ્યું છે કારણ કે મને બરાબર શોક મનાવવાનો સમય અને તક પણ મળી નથી. જ્યારે તેનો પરિવાર, મિત્રો અને પોતાના લોકો આ અસહ્ય દુઃખથી ઝઝૂમી રહ્યા છે, તે જ દરમિયાન સતત અટકળો લગાવવામાં આવી રહી છે, જાતજાતના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે અને કોઈના મૃત્યુને વાર્તા બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’ 'દરેક વ્યક્તિ એક જ પ્રશ્ન કરી રહી છે' ‘સૌથી પહેલો સવાલ અવારનવાર એ જ હોય છે, "તમારી પ્રતિક્રિયા શું છે?", જ્યારે સવાલ એ હોવો જોઈતો હતો કે "શું તમે ઠીક છો?" અથવા "તમે તમારી જાતને કેવી રીતે સંભાળી રહ્યા છો?" હું આ વાત કોઈ એક વ્યક્તિ કે કોઈ એક મીડિયા પ્લેટફોર્મ માટે નથી કહી રહી, પરંતુ તે બધા લોકો માટે કહી રહી છું જેઓ પૂરી સચ્ચાઈ જાણ્યા વિના અને પોતાના વર્તનનો પાછળ રહી ગયેલા લોકો પર શું અસર પડે છે, તે સમજ્યા વિના જવાબ શોધતા રહે છે. કોઈ પણ શોકમાં ડૂબેલા વ્યક્તિ પાસેથી ક્યારેય એવી અપેક્ષા રાખવી ન જોઈએ કે તે પોતાના દુઃખનું કારણ કે સફાઈ આપે.’ છેવટે, એક્ટ્રેસે લખ્યું છે કે, 'તે બધા લોકો કે જેઓ હજી પણ અટકળો લગાવી રહ્યા છે, હું હાથ જોડીને વિનંતી કરું છું કે કૃપા કરીને રોકાઈ જાઓ. કોઈના દુઃખને હેડલાઇન્સ કે મનોરંજનનો વિષય ન બનાવો. માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ નાજુક હોય છે અને શોક પણ.' શું છે આખો મામલો? 24 જૂનના રોજ બિઝનેસમેન વૈશાખે એક્ટ્રેસ કૃષિ થાપંદાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. એક્ટ્રેસ બેંગ્લોરના હોસાકેરેહલ્લીમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે. તેના એપાર્ટમેન્ટની એક ચાવી તેના મિત્ર વૈશાખ પાસે પણ હતી. વૈશાખની આ જ વર્ષે ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી છૂટ્યા પછીથી તે ખૂબ જ પરેશાન હતો. તેના લગ્નજીવનમાં પણ મુશ્કેલીઓ ચાલી રહી હતી. 24 જૂનના રોજ એક્ટ્રેસ એક ઇવેન્ટમાં ગઈ હતી. તેની ગેરહાજરીમાં વૈશાખ ડુપ્લિકેટ ચાવીઓની મદદથી એપાર્ટમેન્ટમાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે એક્ટ્રેસને મેસેજ કરીને આત્મહત્યા કરવાની વાત કહી હતી, જે બાદ એક્ટ્રેસે તેને સમજાવ્યો. જ્યારે રાત્રે 11 વાગીને 30 મિનિટે એક્ટ્રેસ ઘરે પરત ફરી, ત્યારે તેણે વૈશાખને ફાંસીએ લટકાવેલો જોયો. એક્ટ્રેસે તરત જ રાજેશ્વરીનગર પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી. હાલ તેની મોતની તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ‘Not out of danger’: Jasmin Bhasin shares health update after terminal ileitis diagnosis in Dubai
    Next Article
    દિશા બેઠકમાં સાંસદ ધવલ પટેલે વિકાસ કાર્યોની કરી સમીક્ષા:ચોમાસું, વીજળી, પાણી, આયુષ્યમાન કાર્ડ પર ભાર મૂક્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment