Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટું બાંધકામ થયા પછી તોડવા ગયા:નિકોલમાં સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે મોટા માર્જિન બાંધકામો તોડી પાડવામાં આવ્યા

    8 hours ago

    અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સરકારી જગ્યાઓ અને જાહેર માલ-મિલકતને નુકસાન પહોંચાડીને ગેરકાયદેસર બાંધકામો કરી લેવાની પ્રવૃત્તિઓ વધી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને પૂર્વ ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા નિકોલ વોર્ડમાં મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને બે મોટા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો જમીનદોસ્ત કરી દીધા છે. નિકોલમાં માર્જિનની જગ્યામાં ખડકાયેલા શેડ તોડી પડાયા નિકોલ વોર્ડમાં આવેલા સ્વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને માર્જિનની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું હતું. એસ્ટેટ ખાતાની ટીમે આ પાર્કના શેડ નંબર 1 અને શેડ નંબર 60માં આવેલા 2 યુનિટના ઇન્ડસ્ટ્રિયલ શેડ પર બુલડોઝર ફેરવી દીધું હતું. તંત્ર દ્વારા અંદાજે 2,217 ચોરસ ફૂટ જેટલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહી સાથે જ એસ્ટેટ વિભાગે કાયદો હાથમાં લેનારા તત્વો પાસેથી કુલ ₹80,000નો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. બીજી તરફ અસારવામાં તંત્રની ઢીલી નીતિ પૂર્વ ઝોનમાં એક તરફ જ્યારે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અસારવા વિસ્તારમાં તંત્રની લાપરવાહી સામે આવી રહી છે. અસારવાના કલાપીનગરમાં સહજાનંદ સિલ્ક પેલેસની બાજુમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે એક દિશા સૂચક બોર્ડ (Signboard) લગાવવામાં આવ્યું છે. આ બોર્ડની બિલકુલ નજીક ફૂટપાથ પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે RCC પિલ્લર ઊભો કરી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. ગટર અને પાણીની મુખ્ય લાઈન જોખમમાં સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે ગટર અને પાણીની મુખ્ય લાઇન આવેલી છે, જેની ઉપર જ આ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાયું છે. આ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડે આશરે છ મહિના પહેલાં નોટિસ પણ ફટકારી હતી. નોટિસ છતાં કાર્યવાહી નહીં ગુજરાત હાઉસિંગ બોર્ડની નોટિસ છતાં આજદિન સુધી આ દબાણ દૂર કરવા માટે કોઈ નક્કર લાઇન-એક્શન લેવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકો ભય વ્યક્ત કરી રહ્યા છે કે આ ગેરકાયદેસર પિલ્લરને કારણે ગટર અને પાણીની વ્યવસ્થા ખોરવાઈ શકે છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંદકી અને રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, સમયસર કોઈ કાયદાકીય કાર્યવાહી ન થવાને કારણે ઉત્સાહમાં આવેલા દબાણકારો હવે આસપાસની અન્ય સરકારી જમીન પર પણ કબજો જમાવવાનો ખુલ્લેઆમ પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે નિકોલની જેમ અસારવામાં પણ તુરંત બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખાલી કરાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    રોડ કપાતનું અમલીકરણ થશે:રાયપુર દરવાજા 10 એકર મોલથી વોરાના રોજા સુધી રોડ પહોળો કરવાની કાર્યવાહી થશે, 41 મિલકતોને અંતિમ નોટિસ અપાઈ
    Next Article
    ग़रीबी में डूबा Singapore सबसे अमीर कैसे बन गया? | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment