Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ કપાતનું અમલીકરણ થશે:રાયપુર દરવાજા 10 એકર મોલથી વોરાના રોજા સુધી રોડ પહોળો કરવાની કાર્યવાહી થશે, 41 મિલકતોને અંતિમ નોટિસ અપાઈ

    8 hours ago

    અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોડ પહોળા કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ અમદાવાદના મહત્વના ગણાતા રાયપુર દરવાજા બહારથી કાંકરિયા તરફ જતા માર્ગને પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે. તંત્ર દ્વારા આ માર્ગ પર આવતી 41 જેટલી મિલકતોને ડિમોલિશન માટેની અંતિમ (ફાઈનલ) નોટિસ ફટકારી દેવામાં આવી છે. ટી.પી. સ્કીમ અંતર્ગત રોડ લાઇનનું અમલીકરણ મળતી માહિતી મુજબ, રાયપુર દરવાજા બહાર આવેલા 10 એકર મોલથી વોરાના રોજા સુધીના રોડને ટી.પી. સ્કીમ નં. 18 (સારંગપુર) અંતર્ગત 24.38 મીટર રોડલાઇન મુજબ પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને રોડલાઇન અમલીકરણની નોટિસ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. કઈ-કઈ મિલકતો પર થશે અસર? આ પ્રસ્તાવિત રોડલાઇનમાં નાની-મોટી કુલ 41 મિલકતો કાયદાકીય રીતે અસરગ્રસ્ત થઈ રહી છે, જેમાં નીચે મુજબની મિલકતોનો સમાવેશ થાય છે: રથયાત્રા બાદ તુરંત શરૂ થશે ડિમોલિશન કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા સંપન્ન થયા બાદ તુરંત જ આ રોડ પર ડિમોલિશનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોટિસની મુદત પૂરી થતાં જ રોડ લાઇન નડતરરૂપ ગેરકાયદેસર અને વધારાના બાંધકામોને તોડી પાડવામાં આવશે. ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મોટી મુક્તિ આ રોડ લાઇનનું સફળ અમલીકરણ થવાથી રાયપુર દરવાજાથી કાંકરિયા તરફ જતા એસ.ટી. (GSRTC), AMTS, BRTS સહિતના તમામ સરકારી અને ખાનગી વાહનોને વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક જામમાંથી કાયમી મુક્તિ મળશે. મિલકત ધારકોને કાયદાકીય જોગવાઈઓ અનુસાર વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા માટેની પ્રક્રિયા પણ તંત્ર દ્વારા નિયમોનુસાર હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    BJP-Congress clash at Thiruvananthapuram Council: तिरुवनंतपुरम नगर निगम में भिड़े BJP-Congress पार्षद
    Next Article
    મોટું બાંધકામ થયા પછી તોડવા ગયા:નિકોલમાં સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે મોટા માર્જિન બાંધકામો તોડી પાડવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment