Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના શ્રદ્ધાપાર્ક પ્રેમવતીમાં વાસી સેન્ડવીચ!:ગ્રાહકે વાસ આવતાની ફરિયાદ કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું, મેનેજરે કહ્યું- ટમેટાની સુગંધ છે

    16 hours ago

    રાજકોટનાં જાણીતા ફૂડ આઉટલેટ્સમાં ગુણવત્તાના નામે કેવા ચેડાં થાય છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે 29 જૂન રાજકોટના શ્રદ્ધાપાર્ક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી અને દુર્ગંધ મારતી સેન્ડવિચ પીરસવામાં આવતી હોવાનો ગંભીર આરોપ એક ગ્રાહક દ્વારા લગાવવામાં આવ્યો છે. ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં ખાણીપીણીના શોખીન રાજકોટીયનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગે ફરિયાદ મળતા આખરે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. અને તપાસના આદેશો આપવામાં આવ્યા છે. ગ્રાહકને સેન્ડવિચમાંથી તીવ્ર દુર્ગંધ આવી, રેસ્ટોરન્ટના મેનેજરનું ધ્યાન દોર્યું આ ઘટનાની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક પોતાના પરિવાર સાથે શ્રદ્ધાપાર્ક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગયા હતા. અહીં તેમણે ઓર્ડર કરેલી સેન્ડવિચ ટેબલ પર આવતાની સાથે જ તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાનો અહેસાસ થયો હતો. ગ્રાહકે તાત્કાલિક આ બાબતે રેસ્ટોરન્ટના મેનેજરનું ધ્યાન દોર્યું હતું. જો કે, મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે એવો લૂલો બચાવ કર્યો હતો કે, આ કોઈ દુર્ગંધ નથી, પરંતુ તેમાં નાખવામાં આવેલા ટમેટાની સુગંધ છે. આ પ્રકારના બેદરકારીભર્યા જવાબને કારણે ગ્રાહકે પણ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને સામે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, આ સુગંધ નથી, પણ ચોખ્ખી દુર્ગંધ છે, જે ખાવાલાયક બિલકુલ નથી. ‘નામાંકિત રેસ્ટોરન્ટો તગડી રકમ વસૂલીને તેમને બીમારીઓ પીરસ છે?’ પોતાની અને પરિવારની તબિયત સાથે રમત થતી હોવાનું જોઈને ગ્રાહકે મોબાઈલ ફોન કાઢીને ઘટનાસ્થળ પર જ સમગ્ર મામલાનો લાઈવ વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. વીડિયો ઉતારતી વખતે નારાજ ગ્રાહકે તંત્ર અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, જો મારો નાનો દીકરો આ વાસી સેન્ડવિચ ખાઈને માંદો પડે અને હોસ્પિટલનું લાખોનું બિલ આવે, તો તેનો જવાબદાર કોણ? શું આ નામાંકિત રેસ્ટોરન્ટો ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને તેમને બીમારીઓ પીરસી રહી છે?" ગ્રાહકે સ્થળ પર જ અન્ય લોકોને પણ આવી ગુણવત્તાહીન વસ્તુઓ સામે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી. શ્રદ્ધાપાર્ક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગુણવત્તા અને સ્વચ્છતા સામે પણ ગંભીર સવાલો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ ગયો છે. વીડિયો વાયરલ થતાં જ શ્રદ્ધાપાર્ક પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે મનપાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ પોતે જ આ રેસ્ટોરન્ટમાંથી નિયમિત રીતે જમવાનું મગાવતા હોય છે, ત્યારે સામાન્ય નાગરિકોની ફરિયાદ પર આવી સંસ્થાઓ સામે ખરેખર તટસ્થ અને કડક કાર્યવાહી કોણ કરશે? શું અધિકારીઓ પોતાના સંબંધો સાચવશે કે પ્રજાના સ્વાસ્થ્યની ચિંતા કરશે? મનપાના આરોગ્ય અધિકારીએ કહ્યું - તપાસ કરીશું આ ગંભીર બાબતે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, આ ઘટના અંગે જાગૃત નાગરિક દ્વારા તેમને ટેલીફોનિક માધ્યમથી વિગતવાર જાણ કરવામાં આવી છે. આ વિગત અને વાયરલ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે, જે અંતર્ગત હવે ટૂંક જ સમયમાં શ્રદ્ધાપાર્ક પ્રેમવતી ખાતે આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન જો રેસ્ટોરન્ટના રસોડામાં કે ખાદ્ય સામગ્રીમાં કોઈપણ પ્રકારની બેદરકારી અથવા નિયમોનું ઉલ્લંઘન સામે આવશે, તો નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવાની ખાતરી તેમણે આપી છે. ત્યારે હવે જોવાનું એ છે કે મનપાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ માને છે કે પછી દાખલારૂપ પગલાં લે છે.
    Click here to Read More
    Previous Article
    'એંગ્રી યંગ વુમન બનવાનું સપનું છે':હુમાએ ખોલ્યા છત્રીમાં બંદૂક રાખતી મૂક-બધિર 'બેબી'ના રાઝ, સાકિબે બહેન પાસેથી કામ કઢાવવાની ટ્રિકનો ખુલાસો કર્યો
    Next Article
    ધો-9 અને 10માં હવે 10 નહીં, 8 ફરજિયાત વિષયો:NEP-2020 હેઠળ ગુજરાત બોર્ડે જાહેર કર્યો નવો અભ્યાસક્રમ, 2026-27થી ધો-10માં 'વ્યક્તિ અને સમાજજીવન' વિષયનો ઉમેરો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment