Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એંગ્રી યંગ વુમન બનવાનું સપનું છે':હુમાએ ખોલ્યા છત્રીમાં બંદૂક રાખતી મૂક-બધિર 'બેબી'ના રાઝ, સાકિબે બહેન પાસેથી કામ કઢાવવાની ટ્રિકનો ખુલાસો કર્યો

    15 hours ago

    'સલીમ સિબલિંગ' એટલે કે હુમા કુરેશી અને તેના ભાઈ સાકિબ સલીમ ભારતની પહેલી 'હિટ વુમન' એટલે કે બેબીની વાર્તા લઈને સિનેમાઘરોમાં આવી રહ્યા છે. આ ક્રાઇમ થ્રિલર ફિલ્મના પ્રમોશન માટે હુમા અને સાકિબ અમદાવાદના ઝાયરા ડાઈમંડ હાઉસ ખાતે પહોંચ્યા હતા. હુમા અને સાકિબે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મની વાર્તા, ભાઈ-બહેનના બોન્ડ અને એંગ્રી યંગ વુમનના ટેગ વિશે ખૂલીને વાત કરી. 'બે વર્ષ જૂની સ્ક્રિપ્ટને છ મહિનામાં રી-રાઇટ કરી' 'સલીમ સિબલિંગ' પ્રોડક્શન હાઉસની શરૂઆત 'બેબી ડુ ડાઈ ડુ'થી જ કેમ કરવાનું વિચાર્યું? આ પ્રશ્નના જવાબમાં સાકિબે કહ્યું કે, 'આ ફિલ્મની ઓરિજનલ સ્ક્રિપ્ટ હુમા પાસે આવી હતી, જે તેને ખૂબ જ ગમી હતી. તેણે તેને બીજા લોકો સાથે બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ વાત આગળ વધી શકી નહીં. ત્યારબાદ મારી પાસે સ્ક્રિપ્ટ આવી, મેં વાંચી અને મને પણ પસંદ પડી. પરંતુ અમને લાગ્યું કે તેમાં કેટલાક ફેરફારની જરૂર છે, કારણ કે જ્યારે ઓરિજનલ સ્ક્રિપ્ટ આવી હતી, તેને બે વર્ષ થઈ ગયા હતા. તો બાદમાં નચિકેત સાવંત (ડિરેક્ટર)ની એન્ટ્રી થઈ. પછી અમે હુમાને કહ્યું કે, હવે તમે ચીલ કરો, અમે છ મહિનામાં આ સ્ક્રિપ્ટ લઈને તમારી પાસે પાછા આવીએ છીએ.' 'એંગ્રી યંગ વુમનને રિપ્રેઝેન્ટ કરું' હુમાએ વાતને આગળ વધારતા કહ્યું કે, ‘અમે બધાએ સ્ક્રિપ્ટ વાંચી, પછી અમે લેખક ગૌરવ શર્માને આ ફિલ્મમાં લાવ્યા. આ લાંબી પ્રક્રિયા હતી, પણ બધાએ મળીને જે એક સ્ટોરી ક્રેક કરી, એ કમાલ છે. એક બોલી અને સાંભળી ન શકતી યુવતી, જે હિટ વુમન છે, જેની લાલ છત્રીમાં બંદુક છે, તે બે જિંદગી જીવે છે. પણ આ બધું શા માટે છે? તે વાર્તા તમને જકડીને રાખશે. અમને આ ફિલ્મ બનાવવામાં ખૂબ મજા આવી છે.’ 'બેબી ડુ ડાઈ ડુ'માં હુમાને હિટ વુમનનું ટેગ આપવામાં આવ્યું છે. ત્યારે ઇન્ડસ્ટ્રીની એંગ્રી યંગ વુમન ટેગ વિશે વાત કરતા હુમાએ કહ્યું, ‘આપણે ત્યાં એંગ્રી યંગ મેન ઘણા વર્ષોથી છે, સલીમ-જાવેદ સાહેબે તે પાત્રને ખૂબ જીવંત બનાવી દીધું છે. મારું તો સપનું છે કે, હું એંગ્રી યંગ વુમનને રિપ્રેઝેન્ટ કરું અને આ ફિલ્મની એંગ્રી યંગ વુમન બનું.’ 'પ્રોડ્યુસર હંમેશા સાચો હોય છે' ભાઈ-બહેને સાથે મળીને ફિલ્મ બનાવી, હુમા સ્ક્રિન પર હતી અને સાકિબ બેકસ્ટેજ, તો ક્રિએટિવ ડિફરન્સિસમાં કોણ જીતતું હતું? તેના જવાબમાં હુમાએ કહ્યું કે, 'ક્રિએટિવ ડિફરન્સિસમાં સાકિબ હંમેશા જીતતો હતો, કારણ કે પ્રોડ્યુસર હંમેશા સાચો હોય છે.' હુમાની વાતને અટકાવતા સાકિબે કહ્યું કે, ‘તમે જ્યારે હુમા સાથે ડિસ્કશન કરી રહ્યા હોવ અને એવો સ્ટેજ આવી જાય કે તમને લાગે એ નહીં માને, ત્યારે અમે કહીએ છીએ કે, એક શોટ તમારા પ્રમાણે આપી દો, એક શોટ અમારા પ્રમાણે આપી દો, એડિટ સમયે જોઈ લઈશું. આવું કરી કરીને મેં હુમા પાસે ઘણી બધી વસ્તુઓ કરાવી લીધી છે.’ 'આલ્ફા' સાથે ક્લેશ પર હુમાનું રિએક્શન હુમાની ફિલ્મ ઇન્ડિયાની પહેલી હિટ-વુમનની વાર્તા છે. 'બેબી ડુ ડાઈ ડુ' 3 જુલાઈ 2026ના રોજ રિલીઝ થવાની છે. તેની સાથે જ આલિયા ભટ્ટની ફિલ્મ 'આલ્ફા' રિલીઝ થવાની છે. ફિમેલ લીડ ધરાવતી બંને ફિલ્મોના ક્લેશ વિશે હુમાએ કહ્યું કે, 'બંને સારી ફિલ્મો એકસાથે આવે, તો બંને સારું કરી શકે છે. અમને ક્લેશથી કોઈ ડર નથી. અમે અત્યારે કોઈના વિશે વિચારી પણ રહ્યા નથી. અમે માત્ર અમારી ફિલ્મ વિશે જ વિચારી રહ્યા છીએ. અને છેલ્લે જીત તો ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ થશે, છોકરીઓની જ થશે. મારી તો હંમેશા દુઆ રહે છે કે હું જ નહીં, દરેક છોકરી ફિલ્મને લીડ કરે.' ફિલ્મની વાર્તા શું છે? 'બેબી ડુ ડાઈ ડુ' એક એવી યુવતીની વાર્તા છે, જે બોલી અને સાંભળી શકતી નથી. મુંબઈમાં NGOમાં કામ કરતી અને સામાન્ય લાગતી 'બેબી' એક સિરિયલ કિલર બની જાય છે. તેને માત્ર તેની દિવંગત બહેનનો જ અવાજ સંભળાય છે, જેની સુચનાઓને અનુસરતા તે ગુનાની દુનિયામાં ડગલા માંડે છે. પોતાના પાત્ર વિશે વાત કરતા હુમાએ કહ્યું કે, 'પાત્રનું નામ છે બેબી કરમરકર એટલે કે બેબી ડુ ડાઈ ડુ. મહારાષ્ટ્રમાં ઘણા લોકોની સરનેમ કરમરકર છે, ત્યાં લોકો એકબીજાની સાથે રમુજ કરવા માટે કરમરકરને ડુ-ડાઈ-ડુ કહેતા હોય છે. જેમને કોઈ ડિસએબિલિટી હોય છે, તેમને આપણે મોટાભાગે પીડિત તરીકે જોઈએ છીએ. મેં બોલી અને સાંભળી ન શકતા લોકો સાથે ઘણો સમય વિતાવ્યો, સાઇન લેન્ગ્વેજ પણ શીખી. પણ તમને સાઇન લેન્ગ્વેજ નહીં આવડતી હોય તો પણ તમે આ ફિલ્મને સરળતાથી સમજી શકશો. આ એક મ્યુઝિકલ થ્રીલર ફિલ્મ છે, જેમાં 11 ગીતો છે.' માયાનગરી અને છત્રીનું કનેક્શન માયાનગરી મુંબઈ અને છત્રીના કનેક્શન વિશે સાકિબે કહ્યું કે, 'ફિલ્મ મુંબઈ પર આધારિત છે. મુંબઈમાં મુશળધાર વરસાદ પડે છે. તેથી છત્રી દરેક વ્યક્તિ પાસે હોય છે. હુમાનું પાત્ર છે, એ કોઈ સુપરહીરો નથી, સામાન્ય લોકો વચ્ચે ભળી જનારી વ્યક્તિ છે. બેબી (હુમા કુરેશી) ટ્રેનમાં છત્રી દ્વારા હત્યા કરે છે, પણ છત્રી દરેક વ્યક્તિ પાસે હોવાથી કોઈને શંકા જતી નથી કે આ હથિયાર છે. તેના માટે છત્રી મહત્ત્વની હતી.' 'સાંભળીને રિએક્ટ ન કરવું વધારે મુશ્કેલ હતું' પાત્ર ભજવવાના પડકાર વિશે હુમાએ કહ્યું કે, 'કંઈ બોલવું નહીં એ તો મારા માટે મુશ્કેલ હતું જ પણ સાથે સાથે કંઈ સાંભળીને તેના પર રિએક્ટ ન કરવું મારા માટે વધારે મુશ્કેલ હતું.' હુમાના વખાણ કરતા કરતા સાકિબે કહ્યું કે, 'હું એક ભાઈ તરીકે નહીં, પણ દર્શક તરીકે હુમાને જોઉં છું. તેણે લેન્ડમાર્ક પરફોર્મન્સિસ આપ્યા છે, ભલે તે 'ગેંગ્સ ઓફ વાસેપુર' હોય, 'દેઢ ઇશ્કિયા' હોય કે 'મહારાની' હોય, પણ મને લાગે છે કે હુમા જે પોટેન્શિયલની એક્ટ્રેસ છે, તે પોટેન્શિયલની ફિલ્મો મળવી જોઈએ.' ફિલ્મની સ્ટારકાસ્ટ સલીમ સિબલિંગ પ્રોડક્શન અને પુણે 04 પીક્ચર્સના બેનર હેઠળ બનેલી ફિલ્મને નચિકેત સામંતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં હુમા ઉપરાંત ચંકી પાંડે (પી.એમ. જૈન), સિકંદર ખેર (ઝફર), સીમા પાહવા (અંજુમ ખાન), વિદ્યા માલવદે (મંજુ મુરઝાની) અને રચિત સિંહ મહત્ત્વની ભૂમિકામાં છે. આ એક્શન, ક્રાઇમ, મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ 3 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. , હુમા કુરેશી સંબંધિત આ સમાચાર પણ વાંચો… સીરિયલ કિલર બની હુમા કુરેશી!:દેશની પહેલી 'હિટવુમન' બોલી-સાંભળી નથી શકતી, બસ મારી શકે છે; એક્શન-થ્રિલર ‘બેબી ડૂ ડાઈ ડૂ’નું ટ્રેલર રિલીઝ તમે અત્યાર સુધી ફિલ્મો અને વેબ સિરીઝમાં 'હિટમેન' વિશે ઘણું સાંભળ્યું અને જોયું હશે. પરંતુ હવે બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી મોટા પડદા પર દેશની પહેલી 'હિટવુમન' બનીને આવી રહી છે. હુમા કુરેશીની આગામી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘બેબી ડૂ ડાઈ ડૂ’નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ અને 27 સેકન્ડનું આ ટ્રેલર સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર છે, જે દર્શકોને ચોંકાવી દેશે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Maharashtra Council Deputy Chairman election on July 1, Shinde Sena nominee in focus
    Next Article
    રાજકોટના શ્રદ્ધાપાર્ક પ્રેમવતીમાં વાસી સેન્ડવીચ!:ગ્રાહકે વાસ આવતાની ફરિયાદ કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું, મેનેજરે કહ્યું- ટમેટાની સુગંધ છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment