Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ રામી માળી સમાજે ચોથું ઇનામ વિતરણ યોજ્યું:શિક્ષણ પ્રોત્સાહન અને સ્નેહમિલન સમારોહ સંપન્ન

    8 hours ago

    બોટાદ રામી માળી સમાજ દ્વારા તાજેતરમાં ચોથા ઇનામ વિતરણ અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો, વડીલો, મહિલાઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ સમાજના ટ્રસ્ટીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો, ત્યારબાદ સમાજના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના ઉપપ્રમુખ મોન્ટુભાઈ માળીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સમાજમાં એકતા, સમરસતા અને સંગઠનની ભાવના મજબૂત બનાવવા તથા દરેક પરિવાર શિક્ષણ સાથે જોડાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમારોહ દરમિયાન, ગત વર્ષે અવસાન પામેલા સમાજના સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઇનામો અને નોટબુકો આપી સન્માનિત કરાયા હતા. સમાજના દાતાઓના સહયોગથી બાળમંદિરથી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જે શિક્ષણ પ્રત્યેની સમાજની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા, સમાજના વિકાસમાં યોગદાન આપવા અને શિક્ષણ, સંસ્કાર, સેવા તથા સહકારના મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને એકતા તથા સંગઠનની ભાવના મજબૂત કરવાનો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના યુવા મિત્રોએ આયોજન, મહેમાનોનું સ્વાગત, બેઠક વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, ઇનામ વિતરણ, પાર્કિંગ અને ભોજન વ્યવસ્થા સહિતની વિવિધ સેવાકીય કામગીરીમાં નિઃસ્વાર્થ ભાવે યોગદાન આપ્યું હતું. કેળવણી મંડળની ટીમે પણ આ કાર્યક્રમ માટે સઘન પ્રયાસો કર્યા હતા. રસોડા વિભાગની જવાબદારી પ્રકાશભાઈ ટાકોલિયા અને તેમની ટીમે નિષ્ઠાપૂર્વક સંભાળી હતી, જ્યાં સમૂહ ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહિલાઓ માટે પરંપરાગત ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન રવિરાજભાઈ ગોરજીયા અને અજયભાઈ કોઈસા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે હિસાબી વિભાગની જવાબદારી અશોકભાઈ ટાકોલિયા અને ભાવિકભાઈ ડોડીયાએ સંભાળી હતી. અંતમાં, કેળવણી મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી રવિરાજભાઈ ગોરજીયાએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ દાતાઓ, ટ્રસ્ટીઓ, આગેવાનો, મહેમાનો, યુવા મિત્રો, મહિલાઓ અને સમાજના જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સમાપન બાદ તમામ જ્ઞાતિજનોએ સમૂહ ભોજનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ​જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી:જૂનાગઢમાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો; આગામી 4 થી 6 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરની શક્યતા
    Next Article
    How Poor Singapore Became the Richest Country in the World | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment