Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​જુલાઈની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી:જૂનાગઢમાં 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાયો; આગામી 4 થી 6 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેરની શક્યતા

    9 hours ago

    ​સમગ્ર દેશમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત ગત 15 જૂનથી થઈ ગઈ છે, પરંતુ હાલના તબક્કે ચોમાસું દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં આવીને સ્થિર થઈ ગયું છે. હવામાન વિભાગના સેટેલાઇટ નકશાઓ અનુસાર, આગામી 2 થી 3 દિવસ સુધી ચોમાસું આ જ સ્થિતિમાં રહેશે અને ત્યારબાદ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાતા તે આગળ વધશે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ચોમાસાની સક્રિય ગતિવિધિઓ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. ​જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન શાસ્ત્રના નિષ્ણાત ડૉ. ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારોમાં પ્રવેશી જતું હોય છે. પરંતુ આ વર્ષે 29 જૂન થવા છતાં પણ ચોમાસું સુરત ખાતે અટકેલું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી 2 થી 3 દિવસ પછી વાતાવરણ સાનુકૂળ બનતા ચોમાસું આગળ વધશે તેવી આશા છે. ​ડૉ. ધીમંત વઘાસિયાએ વધુમાં ચિંતાજનક વિગત આપતા જણાવ્યું હતું કે, જૂન મહિનાના અંત સુધીમાં જૂનાગઢ ખાતે નહિવત એટલે કે 0 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ વરસાદ છેલ્લા 10 વર્ષના જૂન માસના રેકોર્ડમાં સૌથી ઓછો વરસાદ છે. જોકે, આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આસપાસના દરિયાઈ વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાવાને કારણે ચોમાસા માટે ફરી સાનુકૂળ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જેનાથી હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ​ચોમાસું પોતાની ગતિવિધિઓ તેજ કરી રહ્યું હોવાથી આગામી અઠવાડિયું ગુજરાતના તમામ નાગરિકો અને ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે. ડૉ. ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર, ખાસ કરીને આગામી તારીખ 4, 5 અને 6 જુલાઈ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે અને ખેડૂતો માટે ખૂબ જ જરૂરી એવો સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતાઓ હવામાનના નકશા પર દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જાહેરમાં મારામારીનો વીડિયો:પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપી ઝડપ્યા
    Next Article
    બોટાદ રામી માળી સમાજે ચોથું ઇનામ વિતરણ યોજ્યું:શિક્ષણ પ્રોત્સાહન અને સ્નેહમિલન સમારોહ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment