Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમવા બેઠેલી મહિલા પર છત તૂટી પડી:સુરતના ફુલપાડામાં વર્ષો જૂના મકાનના રસોડાની છત ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ

    10 hours ago

    સુરતના અશ્વિની કુમાર રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. અશ્વિની કુમાર વિસ્તારના ફુલપાડા ખાતે આવેલા બ્રાહ્મણ ફળિયાના ગીતાનગરમાં એક વર્ષો જૂના મકાનના રસોડાની છત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માત સમયે એક મહિલા રસોડામાં હાજર હોવાથી કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જોકે, સ્થાનિક લોકો અને ફાયર વિભાગની તત્પરતાને કારણે મહિલાને હેમખેમ બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જમવા બેઠેલી મહિલા પર કાળ બની તૂટી પડી છત મળતી માહિતી મુજબ, ગીતાનગરમાં આવેલા આ જર્જરિત મકાનમાં 46 વર્ષીય વિમલબેન મૈસૂરિયા નામના મહિલા રસોડામાં જમવા માટે બેઠા હતા. બરાબર એ જ સમયે વર્ષો જૂના મકાનના કિચનની છતનો મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. કંઈ પણ સમજાય તે પહેલાં જ વિમલબેન કાટમાળની નીચે દબાઈ ગયા હતા. ધડાકાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડનું ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. કૉલ મળતાની સાથે જ અશ્વિનીકુમાર અને કતારગામ ફાયર સ્ટેશનની ટીમો ફાયર ફાઈટરો સાથે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા વિમલબેનને હેમખેમ બહાર કાઢ્યા હતા. તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેને પગલે પરિવારે અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પાલિકા દ્વારા જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ આ અકસ્માત બાદ સુરત મહાનગરપાલિકાની ટીમ પણ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આ મકાન ઘણું વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી આસપાસના અન્ય ઘરો માટે પણ જોખમી સાબિત થઈ શકે તેમ હતું. જેને પગલે પાલિકાના ઝોનલ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારના વિલંબ વિના આ જર્જરિત મકાનના બાકીના ભાગને સલામતીના ભાગરૂપે ઉતારી લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિટિશ અમેરિકન ટોબેકો આ વર્ષે 9,000 કર્મચારીઓની છટણી કરશે:ખર્ચ ઘટાડવા અને AI અપનાવવા માટે પગલું ભર્યું, વૈશ્વિક સિગારેટ વોલ્યુમ 2.5% ઘટવાનો અંદાજ
    Next Article
    ભગવાન જગન્નાથ 15 દિવસના અજ્ઞાતવાસમાં પહોંચ્યા:વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે ભગવાનની સ્નાન યાત્રા સંપન્ન, સુગંધિત દ્રવ્યો, ગંગાજળ, દૂધ, દહીં અને મધ સહિતના પવિત્ર જળથી શાહી સ્નાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment