Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીમાં લાંબા વિરામ બાદ વરસાદ:થાલા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, બફારાથી રાહત; નવસારી શહેર સૂકું

    16 hours ago

    નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્રવેશ કર્યો છે. ચીખલી તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાવાને કારણે અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને ચીખલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી રાહત મળી છે. ચીખલી ટાઉન, થાલા ગામ અને અન્ય ગ્રામ્ય પંથકોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વરસાદના પગલે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ, જેનાથી લોકોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી. જોકે, એક તરફ ચીખલી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ નવસારી શહેરમાં હજી પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. નવસારી શહેરમાં આજે પણ દિવસભર અસહ્ય ગરમી અને બફારાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. શહેરમાં હજી સુધી વરસાદનું એક ટીપું પણ ન પડતાં લોકો ભારે ઉકળાટથી ત્રસ્ત બન્યા છે. તેઓ હવે વહેલી તકે સારો વરસાદ પડે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    NCC કેડેટ પુરી રબારી બની સફળ ઉદ્યોગસાહસિક:લાખોનું ટર્નઓવર, PM મોદીને અપાઈ હસ્તકલા ભેટ
    Next Article
    હિંમતનગરમાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી:મહિલાઓએ વડલા નીચે પૂજન કરી 108 પ્રદક્ષિણા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment