Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની સરસ્વતી વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું:શિક્ષણલક્ષી સૂચનો અને કારકિર્દી માર્ગદર્શન અપાયું

    18 hours ago

    પાટણ સ્થિત શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલય (શિશુમંદિર), શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ ખાતે કક્ષશ: વાલી સંમેલન યોજાયું હતું. વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન, પાટણ દ્વારા સંચાલિત આ વિદ્યાલયમાં વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ સંમેલનમાં વિદ્યાલયના દીદી ભારતીબેન ભાટિયાએ વાલીઓને શિક્ષણલક્ષી સૂચનાઓ આપી હતી અને વિદ્યાલયના નિયમો વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મુક્ત ચિંતન સત્ર અંતર્ગત વિદ્યાલયના વિકાસ માટે વાલીઓ પાસેથી સકારાત્મક સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં વાલીઓએ ચિઠ્ઠીઓ દ્વારા અનેક સૂચનો રજૂ કર્યા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવી ગુરુજી પ્રણયભાઈ ગાંધીએ કોમર્સ પ્રવાહમાં ઉજ્જવળ કારકિર્દી અંગે વાલીઓને વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાલયના પ્રમુખ લક્ષ્મણભાઈ ભૂતડીયાએ વાલીઓને આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના વિકાસમાં વાલીની ભૂમિકા, નિયમિતતા, શ્રેષ્ઠ પરિણામો અને વિદ્યાલયની સંસ્કારોની ઉજ્જવળ પરંપરાઓ વિશે વાલીગણને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ દરેક વાલી પોતાના બાળકના વર્ગમાં બેસીને બાળકના સર્વાંગીણ વિકાસ માટે સહચિંતન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૧૧૦ જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક શ્રી દ્વારકેશ ગુરુજી હતા અને સમગ્ર સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં પ્રયોશા ક્રેડિટ સોસાયટી દ્વારા 551 વૃક્ષોનું વાવેતર:મિશન ગ્રીન સંસ્થા સાથે મળીને શહેરને હરિયાળું બનાવવાનો પ્રયાસ
    Next Article
    Sikkim Rain | સિક્કિમમાં ભારે વરસાદ બાદ ફિદાંગમાં ફી ખોલા નદી પરનો બેઈલી બ્રિજ ધરાશાયી | Bridge

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment