Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી નગરપાલિકાના વાહનો પર પથ્થરમારો:ડ્રાઈવરને છરી બતાવી ધમકી, આરોપી સામે ફરિયાદ

    2 days ago

    અમરેલીમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ચંદુભાઈ ગાગડિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, આરોપી ચંદુભાઈ ગાગડિયાએ નગરપાલિકાના કચરા કલેક્શન વાહનો GJ-14-GA-1385 અને GJ-14-GA-1269 પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વાહનોના આગળના કાચ તૂટી ગયા હતા. આ ઉપરાંત, આરોપીએ વાહનના ડ્રાઈવર સહિત કર્મચારીઓનો છરી લઈને પીછો કર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે પોલીસને જણાવ્યું કે, આ ઘટના પહેલા પણ આરોપી દ્વારા ખોટી છેડતીનો કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ડમ્પ સાઇટ પર બની હતી, જ્યાં શહેરભરનો કચરો ઠાલવવામાં આવે છે. પોલીસે ઇન્સ્પેક્ટર ઠાકરની ફરિયાદના આધારે આરોપી ચંદુભાઈ ગાગડિયા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ, હાથીઓ સૌથી આગળ:ઠાકોરજીની મૂર્તિ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યાં; અખાડાની આકર્ષક કરતબો; જય જગન્નાથના નાદથી વાતાવરણ ગુંજ્યું
    Next Article
    લાલપર PHCમાં પલ્સ પોલિયો અભિયાન શરૂ:0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા, દાતાઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment