Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપર PHCમાં પલ્સ પોલિયો અભિયાન શરૂ:0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાયા, દાતાઓનું સન્માન

    2 days ago

    લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે આજે પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને કાર્યક્રમનો શુભારંભ કરાયો. આ પ્રસંગે ઇન્ચાર્જ CDHO સંજય શાહના માર્ગદર્શન હેઠળ PHCના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, ઉપ સરપંચ રાજુભાઈ જેતપરિયા, કમલેશભાઈ વિલપરા અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લાલપર PHCને વિરલભાઈ આદ્રોજા દ્વારા વોટર કૂલર ભેટ આપવામાં આવ્યું, જ્યારે કેતનભાઈ વિલપરાએ આંગણવાડીને વોટર ડિસ્પેન્સર ભેટ આપ્યું. PHC લાલપરના સ્ટાફ દ્વારા ગામના અગ્રણી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીપકભાઈ વ્યાસે આભારવિધિ કરી હતી. આ અભિયાન હેઠળ PHC વિસ્તારના તમામ રસીકરણ બૂથો પર બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે. આગામી દિવસોમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ રહી ગયેલા બાળકોને પણ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી નગરપાલિકાના વાહનો પર પથ્થરમારો:ડ્રાઈવરને છરી બતાવી ધમકી, આરોપી સામે ફરિયાદ
    Next Article
    Stokes' Retirement Announcement Draws Applause, Then Comes The Unthinkable

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment