Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા આશ્રમમાં ત્રણ સંતની પુણ્યતિથિ ઉજવાઈ:મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન, ભક્તો ઉમટ્યા

    1 day ago

    ગોધરાના પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે સ્વામી અશોક પ્રકાશ મહારાજ, સ્વામી કિશોર પ્રકાશ મહારાજ અને સ્વામી રાજુરામ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પુષ્પા દીદીના સાનિધ્યમાં યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં સંત-મહાત્માઓ, આશ્રમના સેવકો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા મહાયજ્ઞમાં ભક્તજનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંતોના જીવન આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ વિશ્વ કલ્યાણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ આશ્રમ પરિસરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે સંતોની સ્મૃતિને વંદન કરીને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપે ઠંડા સરબતનું વિતરણ કર્યું:ગરમીથી ત્રસ્ત રાહદારીઓ, શ્રમિકો અને મુસાફરોને રાહત મળી
    Next Article
    Weather LIVE Updates: 9 Missing After Flash Floods In Arunachal Pradesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment