Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપે ઠંડા સરબતનું વિતરણ કર્યું:ગરમીથી ત્રસ્ત રાહદારીઓ, શ્રમિકો અને મુસાફરોને રાહત મળી

    1 day ago

    મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઉનાળાના આકરા તાપમાં રાહદારીઓ, શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ લોકોને રાહત આપવા માટે ઠંડા સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય ઓમવીવીએમ કોલેજ સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું. આ સેવાકાર્ય સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલ્યું હતું, જેમાં ગ્રુપના યુવાનોએ ઉત્સાહભેર સેવા આપી હતી. આશરે ૩૦૦૦થી વધુ ઠંડા સરબતના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીથી ત્રસ્ત નાગરિકો, રિક્ષાચાલકો, બસ મુસાફરો અને મજૂર વર્ગે આ સેવાનો લાભ લઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પરશુરામ યુવા ગ્રુપ, મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી વિશ્વાસભાઈ જોશી તથા ધર્મભાઈ રાવલે જણાવ્યું હતું કે, "માનવ સેવા એ જ પ્રભુ સેવા છે." તેમણે ઉમેર્યું કે ગરમીમાં લોકોને પાણી પીવડાવવું એ સૌથી મોટું પુણ્ય છે, આથી આ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપે ભગવાન શ્રી પરશુરામના આદર્શોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ સમાજ ઉપયોગી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપના તમામ યુવા કાર્યકરોએ સક્રિય યોગદાન આપ્યું હતું. ગ્રુપ દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જગન્નાથજીની જળયાત્રા શરૂ, સાંજે ભગવાન મોસાળમાં જશે:સૌપ્રથમ હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યાં, અખાડાની કરતબો; જય જગન્નાથ અને ગોપાલના નાદથી વાતાવરણ ગુંજ્યું
    Next Article
    ગોધરા આશ્રમમાં ત્રણ સંતની પુણ્યતિથિ ઉજવાઈ:મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન, ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment