Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિયાએ ઇશારો કર્યો અને ચેતને કેતનને ધક્કો મારી દીધો:પોલીસનો દાવો- કેતન પડતી વખતે સિયાને પકડી ન શકે એટલે તે બહાનું કરીને બેસી ગઈ

    1 day ago

    પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં પોલીસે અનેક ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 18 જૂને લોહગઢ કિલ્લા પર સિયા ગોયલે પાણી પીવાના કે બૂટની દોરી બાંધવાના બહાને બેસીને ચેતન ચૌધરીને ઈશારો કર્યો હતો. ત્યારબાદ પાછળ ચાલી રહેલા ચેતને કેતનને ખાઈમાં ધક્કો મારી દીધો. પોલીસનું કહેવું છે કે ચેતન પડતી વખતે સિયાને પકડી ન શકે તે માટે તે નીચે બેસી ગઈ હતી. સિયા અને ચેતને ઘટનાના એક દિવસ પહેલા પુણેના લુલ્લાનગરના એક કેફેમાં હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંને ગુના પહેલા લોહગઢ કિલ્લા પર આવ્યા હતા. અહીં તેમણે હત્યા માટે જગ્યા પસંદ કરી અને રિહર્સલ પણ કર્યું. પોલીસ હવે તે જગ્યા શોધી રહી છે જ્યાં બંનેએ રિહર્સલ કર્યું હતું. ચેતન ટોલથી બચવા માટે સ્કૂટરથી 90km દૂર પહોંચ્યો પોલીસના જણાવ્યા અનુસાર, ચેતન પુણેથી લગભગ 90 કિલોમીટર દૂર લોહગઢ કિલ્લા સુધી સ્કૂટરથી પહોંચ્યો હતો. તેણે કારનો ઉપયોગ કર્યો ન હતો જેથી ટોલ પ્લાઝા પર કારનો રેકોર્ડ ન બને. પોલીસે તે સ્કૂટર જપ્ત કરી લીધું છે. ચેતન હૂડી પહેરીને કિલ્લા પર ચડ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી તેણે હૂડી ઉતારી દીધી અને કાળા ટી-શર્ટમાં રહ્યો. મર્ડર પછી પાછા ફરતી વખતે તેણે ફરીથી હૂડી પહેરી લીધી. ઘટના પછી તે જ સ્કૂટરથી પુણે પાછો ફર્યો. સિયાના વકીલે કહ્યું- પોલીસ કસ્ટડીમાં આપેલું નિવેદન પુરાવો નથી સિયા ગોયલના વકીલ આશુતોષ શ્રીવાસ્તવે કહ્યું કે પોલીસ કસ્ટડીમાં આરોપીનું આપેલું નિવેદન કોર્ટમાં પુરાવો માનવામાં આવતું નથી. તેમણે કહ્યું કે કોર્ટમાં આ સવાલ ઉઠાવશે કે પહેલા આ મામલાને અકસ્માત કેમ માનવામાં આવ્યો અને પછી હત્યાનો કેસ કેવી રીતે બન્યો. તેમનું કહેવું છે કે પોલીસે સિયાની પૂછપરછ માટે ઘણો સમય લીધો છે. હવે તેને વધુ પોલીસ રિમાન્ડમાં રાખવાની જરૂર નથી. પુણે મર્ડર કેસ સંબંધિત અપડેટ્સ 18 જૂને ક્યારે-શું થયું… હત્યાના 6 દિવસની અંદર આરોપીની ધરપકડ 18 જૂને કેતનની હત્યાના છ દિવસની અંદર પોલીસે આરોપી સિયા અને ચેતનની ધરપકડ કરી લીધી. તપાસ દરમિયાન બંને આરોપી એકબીજાને માસ્ટરમાઇન્ડ ગણાવી રહ્યા છે. પોલીસ બંનેને સામસામે બેસાડીને પૂછપરછ પણ કરી ચૂકી છે. સિયાના પ્રેમી સાથે 2 જૂના વીડિયો; કેફે ગઈ, મેચ જોઇ સિયાના પ્રેમી ચેતન સાથેના બે જૂના વીડિયો હવે સામે આવ્યા છે. એક વીડિયોમાં બંને મહારાષ્ટ્ર ક્રિકેટ લીગની મેચ જોતા જોવા મળી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે, તેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. જ્યારે બીજો વીડિયો પુણેના એક કેફેનો છે જે હત્યાના એક દિવસ પહેલાનો એટલે કે 17 જૂનનો હોવાનું કહેવાય છે. દાવો છે કે બંનેએ કેફેમાં બેસીને કેતનના મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું. 31 મેના રોજ મારવાનો વિચાર આવ્યો, 18 જૂને હત્યા 31 મેના રોજ આઈડિયા આવ્યો, 18 જૂને મર્ડર 31 મે: સિયાને કેતનની હત્યાનો પ્લાન સૂઝ્યો 11 ફેબ્રુઆરીએ સગાઈ પછી કેતન, સિયાને ઘરે લાવતો હતો, સાથે ફરવા લઈ જતો હતો. તેને ટ્રેકિંગ એટલે કે પહાડી ચડવાનો શોખ હતો. તેણે સિયાને ટ્રેકિંગ માટે લોહગઢ કિલ્લે ચાલવા કહ્યું. અહીં જ સિયાને કેતનની હત્યાનો પ્લાન સૂઝ્યો. 5 જૂન: કિલ્લા પર જવાની જીદ કરી, કેતન ન ગયો સિયાએ 4 જૂને કેતનથી ફરીથી લોહગઢ કિલ્લા પર જવાની જીદ કરી. કેતન ન માન્યો. 6 જૂને કેતન, તેની બહેન, એક મિત્ર અને સિયાના ઇન્ડોનેશિયાના બાલી જવાની ટિકિટ બુક હતી. પુણે પોલીસ મુજબ બાલી ન જવું પડે, તેથી સિયાએ કેતનનો પાસપોર્ટ સંતાડી દીધો. 14 જૂન: બીજો પ્રયાસ, ધક્કો માર્યો, પણ કેતન બચી ગયો સિયાએ કેતનને ફરીથી કિલ્લા પર ચાલવા કહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, 14 જૂને બંને કિલ્લા પર પહોંચ્યા. સિયાએ કેતનને ધક્કો માર્યો. પરંતુ ઝાડનો ટેકો મળવાથી કેતન બચી ગયો. તેણે પૂછ્યું - ધક્કો કેમ માર્યો? સિયાએ કહ્યું, 'એક સાપ હતો, તને તેનાથી બચાવવા માટે ધક્કો માર્યો.' કેતને ઘરે આવીને બધાને જણાવ્યું કે સિયાના કારણે તેનો જીવ બચી ગયો. 18 જૂન: ત્રીજા પ્રયાસમાં બોયફ્રેન્ડ સાથે મળીને ધક્કો માર્યો 19 જૂને સિયાનો જન્મદિવસ ઉજવવા માટે કેતને મહાબળેશ્વરમાં એક લક્ઝરી રિસોર્ટ બુક કર્યો હતો. સિયાએ તે પહેલા કેતનને પ્રી-વેડિંગ ફોટોશૂટની વાત કહીને લોહગઢ કિલ્લા પર જવા માટે મનાવી લીધો. આ વખતે પાછળ-પાછળ ચેતન પણ હતો. એક જગ્યાએ જ્યારે કેતન પહાડીઓ તરફ જોઈ રહ્યો હતો, ત્યારે બંનેએ તેને પાછળથી ધક્કો મારી દીધો. ------------------- આ સમાચાર પણ વાંચો… સિયા-ચેતન સામે કેતનના મર્ડરનો સીન રીક્રિએટ કરવામાં આવ્યો:પોલીસ બંનેને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ, દીવાલ પરથી ડમી નીચે પાડીને તપાસ કરી બોયફ્રેન્ડ ચેતન સાથે ઉદયપુર આવી હતી સિયા:3 કરોડમાં આલીશાન રિસોર્ટ બુક કર્યો હતો, કેતન સાથે અહીં જ લગ્ન કરવાની જીદ કરી હતી સિયાનો પ્રેમી ચેતન સાથેનો નવો VIDE0 સામે આવ્યો:ક્રિકેટ મેચ જોવા ગયા હતા; કેતનના પરિવારે પુણેમાં કેન્ડલ માર્ચ કાઢી કેતન હેર વિગ લગાવતો, હકલાતો'તો એટલે સિયાને ગમતો નહતો:પોલીસને જણાવ્યું- લગ્ન માટે ના પાડી, પણ માન્યો નહીં; સિયાના માતા-પિતાએ કહ્યું- દીકરીને પણ કિલ્લા પરથી ધક્કો મારી દો કોફી, વાતચીત અને હત્યાનું પ્લાનિંગ...:પુણેના કેફેમાં બેઠેલા સિયા અને ચેતનનો VIDEO, ત્યાં જ ઘડ્યું કાવતરું; સિયા બોલી- લગ્નનો ઇનકાર કર્યો પણ કેતન ન માન્યો ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો...પછી ખીણમાં ધક્કો મારી દીધો!:પ્લાન Aમાં ફેલ, Bમાં પાસ, C પણ તૈયાર હતો; શાતિર સિયાનું મગજ મંગેતરને મારવા અનેક કાવતરા ઘડતું રહ્યું
    Click here to Read More
    Previous Article
    Kidambi Srikanth falters at last step in US Open
    Next Article
    ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:મોબાઇલની લાઈટના અંજવાળે જુગાર રમતી 8 મહિલા સહિત 15 જુગારીઓ રંગે હાથે ઝડપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment