Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:દ્વારકા, જામનગર અને સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    1 day ago

    હવામાન વિભાગની આગાહી મુજબ આજે (14 સપ્ટેમ્બર)દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતમાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મેઘમહેર જારી રહેશે 15 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે, પરંતુ સૌરાષ્ટ્રના ચોક્કસ ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સાવચેતી રાખવા અને હવામાન સંબંધી સત્તાવાર સુચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. 15મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. એ સાથે જ પવનની ગતિ 60થી 70 કિમિ ઝડપે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત માથે ચાર સિસ્ટમ, 21 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દરિયો ગાંડોતૂર, હોમ અને ઓટો લોન મોંઘી થવાનો SBIનો દાવો
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાત માથે ચાર સિસ્ટમ, 21 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, દરિયો ગાંડોતૂર, ભારતે મોહસિન નક્વી પાસેથી ટ્રોફી ના સ્વિકારતા પાકિસ્તાનની ફજેતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment