Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટ્રકમાં ઘૂસી સ્લીપર બસ, ડ્રાઈવરનું મોત:21 મુસાફરો ઘાયલ, બસની કેબિન ચકનાચૂર; અમદાવાદથી દિલ્હી જઈ રહી હતી

    1 day ago

    રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સ્લીપર બસ આગળ ચાલી રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ. બસનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો. ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું. 21 મુસાફરો ઘાયલ થયા. આ અકસ્માત કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુડલિયા ગામ પાસે શુક્રવારે સવારે 7 વાગ્યે થયો હતો. એસપી પીયૂષ દીક્ષિતે જણાવ્યું કે- માયમાય ટ્રાવેલ્સની સ્લીપર બસ અમદાવાદથી દિલ્હી જઈ રહી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનું કેબિન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. અકસ્માત બાદ મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા. માહિતી મળતા કોલવા અને સદર પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે અનેક એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પહેલા જુઓ, અકસ્માત સંબંધિત PHOTOS… ક્રેનથી રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત વાહનો હટાવ્યા પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. ક્ષતિગ્રસ્ત બસ અને ટ્રકને ક્રેનની મદદથી એક્સપ્રેસવે પરથી હટાવવામાં આવ્યા અને ટ્રાફિકને સુચારુ બનાવવામાં આવ્યો. દોઢ મહિના પહેલા બસ-ટ્રેલરની ટક્કરમાં 8 લોકોના મોત થયા હતા કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે જ્યાં અકસ્માત થયો છે, તેનાથી લગભગ એક કિલોમીટર દૂર 1 જુલાઈએ બસ-ટ્રેલર વચ્ચે અથડામણ બાદ આગ લાગી હતી. અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમાંથી 6 લોકોના મોત આગમાં દાઝી જવાથી અને 2ના માથામાં ઈજા થવાને કારણે થયા હતા. બસ ઋષિકેશથી ઈન્દોર જઈ રહી હતી. સ્લીપર બસમાં મધ્યપ્રદેશના અલગ-અલગ જિલ્લાના 40 મુસાફરો હતા. કેન્દ્રીય મંત્રી ગડકરીએ એક્સપ્રેસવેનું નિરીક્ષણ કર્યું હતું કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી 8 જુલાઈએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિરીક્ષણ કરવા રાજસ્થાન પહોંચ્યા હતા. તેમણે લબાન ઇન્ટરચેન્જ (બુંદી)થી દરા ટનલ (કોટા) સુધી લગભગ 90KMના અંતરમાં એક્સપ્રેસવેનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને પોલીસ દ્વારા એક્સપ્રેસવે પર પેટ્રોલિંગ વધારવાના નિર્દેશ આપ્યા હતા. તેમની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને સીએમ ભજનલાલ શર્મા પણ હતા.
    Click here to Read More
    Previous Article
    તિબેટમાં તળાવ ફાટ્યું, નેપાળમાં રેસ્ક્યૂ રોકાયું:સેનાએ લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું કહ્યું; અત્યાર સુધીમાં 478નાં મોત, 1000 ગુમ
    Next Article
    'Head To Safety': Dam Breached In Tibet Amid Nepal Flood Devastation

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment