Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેનલ ડિસ્કશન અને પુસ્તકનું લોકાર્પણ:જાતીય શિક્ષણ અંગેના મૌનને તોડવા પેનલ ડિસ્કશન અને ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક 'નો યોરસેલ્ફ' વિમોચન

    1 day ago

    સમાજમાં વર્ષોથી જાતીય શિક્ષણ (સેક્સ એજ્યુકેશન) પ્રત્યે પ્રવર્તતી ઓછી સમજણ, સંકોચ અને મૌનને તોડવાના ઉદ્દેશ્ય સાથે ઝેડ કેડ ગ્રુપ દ્વારા આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમ અને પેનલ ડિસ્કશન અમદાવાદ ખાતે યોજાયું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ના જે.બી. ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વિશિષ્ટ કાર્યક્રમમાં ભારતભરમાં સેક્સ એજ્યુકેશન ક્ષેત્રના અગ્રણી વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ભદ્રાયુ વછરાજાની લિખિત પુસ્તક 'નો યોરસેલ્ફ' ( Know Yourself - Sexual Knowledge For You)’ નું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘જાતીય શિક્ષણ: મૌન નહીં’ વિષય હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક ડૉ. ભદ્રાયુ વછરાજાની, પ્રસૂતિ અને સ્ત્રીરોગના વરિષ્ઠ નિષ્ણાત ડૉ. મિતાલી વસાવડા (ગાયનેકોલોજિસ્ટ), સુરતના જાણીતા કાઉન્સેલર, થેરાપિસ્ટ અને સાયકોલોજિસ્ટ રશ્મિ ઝા તથા અમદાવાદના એસોસિએટ પ્રોફેસર ડૉ. માર્ગી હાથી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના આ ભગીરથ પ્રયાસને બિરદાવ્યો હતો. પેનલ ડિસ્કશનનું સંચાલન તેજલ વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પુસ્તકના લેખક અને લોકભારતી યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પ્રાધ્યાપક ડૉ. ભદ્રાયુ વછરાજાનીએ પોતાના સંબોધનમાં શિક્ષણ અને સામાજિક જાગૃતિના પાસાં પર વિશેષ ભાર મૂક્યો હતો. શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષની કારકિર્દી ભોગવી ચૂકેલા અને આજથી 38 વર્ષ પહેલાં સેક્સ એજ્યુકેશન વિષયમાં ભારતભરનું સૌપ્રથમ ડૉક્ટરેટ (Ph.D.) કરનાર ડૉ. ભદ્રાયુ એ જણાવ્યું હતું કે, જો આપણે આપણા બાળકને પાચનતંત્ર અને શ્વસનતંત્રનું વિજ્ઞાન વગર સંકોચે સમજાવી શકતા હોઈએ, તો પ્રજનનતંત્રનું વિજ્ઞાન શીખવવામાં કે સમજાવવામાં શરમ શા માટે રાખવી જોઈએ ? તેમણે ઉમેર્યું હતું કે, પ્રજનનતંત્ર એ મનુષ્યની સમગ્ર પર્સનાલિટી ઉપર અસર કરનારું અત્યંત મહત્વનું તંત્ર છે, તેથી જ 13 વર્ષથી ઉપરના કિશોરો, યુવાનો, વાલીઓ અને શિક્ષકો માટે જાતીયતા અંગેનું એક સચોટ 'સેલ્ફ- લર્નિંગ મટીરીયલ' પૂરું પાડવાના ઉદ્દેશ્યથી તેમણે આ પુસ્તકની રચના કરી છે. અગાઉ ગુજરાતીમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘તમારી જાતને ઓળખો’ ની 12થી વધુ આવૃત્તિઓની અભૂતપૂર્વ સફળતા બાદ, બદલાતા સમયમાં સોશિયલ મીડિયાના કારણે વ્યાપ્ત બનેલી યુવાનોની જાતીય મૂંઝવણોને વૈજ્ઞાનિક ઢબે દૂર કરવા માટે જ ખાસ કરીને અંગ્રેજી માધ્યમના વાચકો માટે આ સંવર્ધિત પુસ્તક 'Know Yourself' તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બાળકથી લઈને પિતા બનવા સુધીની સમગ્ર સફરને વૈજ્ઞાનિક આકૃતિઓ સાથે તાર્કિક રીતે વર્ણવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શૈક્ષણિક આયોજન:સોર્ટમાયકોલેજ દ્વારા અમદાવાદમાં એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ 'SMC સમિટ' યોજાઇ
    Next Article
    What Eknath Shinde Said On D Fadnavis, U Thackeray Sharing Flight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment