Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તલોદ પોલીસે ચેક રિટર્ન કેસના બે આરોપી ઝડપ્યા:કોર્ટે સજા ફટકાર્યા બાદ ફરાર હતા, હિંમતનગર જેલ હવાલે

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસે ચેક રિટર્ન કેસમાં અદાલત દ્વારા સજા પામેલા બે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓને હિંમતનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ અને હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ હરસોલ આઉટ પોસ્ટનો સ્ટાફ સતત વોચમાં હતો. હરસોલ ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફના વનવીરસિંહને બાતમી મળી હતી કે ચેક રિટર્નના ગુનામાં સજા પામેલા બે અલગ-અલગ આરોપીઓ તેમના ઘરે આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વાહન દ્વારા બંને સ્થળોએ પહોંચીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં લાલસિંહ ઉદેસિંહ રાઠોડ (ઉંમર 44, રહે. અણીયોડ, તા. તલોદ, જિ. સાબરકાંઠા) નો સમાવેશ થાય છે. તેમને ચેક રિટર્ન કેસમાં તલોદની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને ₹5,00,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સજા બાદથી તેઓ ફરાર હતા. અન્ય આરોપી કિર્તનસિંહ દિલુસિંહ ઝાલા (ઉંમર 48, રહે. બોરીયા છાપરા, તા. તલોદ, જિ. સાબરકાંઠા) ને પણ ચેક રિટર્ન કેસમાં તલોદની JMFC કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને ₹5,00,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તલોદ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેમને હિંમતનગરની જિલ્લા જેલમાં મોકલી આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ ડ્રાઈવ:ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી, ટ્રાફિકને અવરોધરૂપ બનતા વાહનો હટાવાયા
    Next Article
    मंडावर में लड़के के मर्डर के बाद परिजनों ने लगाया जाम, पुलिस आला अधिकारियों सहित मौके पर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment