Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં પોલીસનું સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ ડ્રાઈવ:ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી, ટ્રાફિકને અવરોધરૂપ બનતા વાહનો હટાવાયા

    9 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. આ ડ્રાઈવમાં ગઢડાના PI કે. એન. ચોપરા, PSI હેરમા, PSI કંડોળીયા, યુવરાજસિંહ ઝાલા અને એન. ડિ. ગઢવી સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પેટ્રોલિંગ દરમિયાન શહેરના હાઈસ્કૂલ ચાર રસ્તા અને બોટાદ રોડ જેવા વિસ્તારોમાંથી ટ્રાફિકને અવરોધરૂપ બનતા વાહનો અને લારી-ગલ્લા હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે શહેરના સામાકાંઠા સહિતના વિવિધ વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા, ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો. PI કે.એન. ચોપરાએ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે નિયમોનું ચુસ્તપણે અનુસરણ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મેચ 9:15 વાગ્યે શરૂ થશે, વરસાદ રોકાયો:ભારતના 4 બેટર્સ આઉટ, ભારતીય મૂળના જય મુન્દ્રાએ ત્રણ વિકેટ લીધી, આયર્લેન્ડે 155 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    તલોદ પોલીસે ચેક રિટર્ન કેસના બે આરોપી ઝડપ્યા:કોર્ટે સજા ફટકાર્યા બાદ ફરાર હતા, હિંમતનગર જેલ હવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment