Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડીવાર વરસાદ પડ્યા પછી રોકાયો, મેચ ફરી શરૂ:શિવમ દુબેએ સતત બે બોલ પર કેલિટ્ઝ-ડેલાનીને આઉટ કર્યા; આયર્લેન્ડને છઠ્ઠી વિકેટ પડી

    1 day ago

    ભારત સામે બીજી T20માં આયર્લેન્ડની ઇનિંગ્સ પડી ભાંગી છે. ચોથી વિકેટ માટે હેરી ટેક્ટર અને બેન્જામિન કેલિટ્ઝે ફિફ્ટીની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. પરંતુ ત્યારબાદ શિવમ દુબેએ સતત બે બોલ પર કેલિટ્ઝ અને જ્યોર્જ ડેલાનીને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે. આયરિશ ટીમનો સ્કોર 19 ઓવરમાં 149/6 છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે આ મુકાબલો બેલફાસ્ટમાં રમાઈ રહ્યો છે. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વૈભવ સૂર્યવંશીને સતત બીજી મેચમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી નથી, જ્યારે સૂર્યાંશ શેડગે અને પ્રિન્સ યાદવે T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું છે. બીજી તરફ, પ્રિન્સ યાદવે લોર્કન ટકરની વિકેટ લઈને પોતાની T20 ઇન્ટરનેશનલ કરિયરની પ્રથમ વિકેટ પણ મેળવી લીધી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.
    Click here to Read More
    Previous Article
    Kanpur Metro Corridor 1 nears full launch: Final CMRS inspection completed between Kanpur Central and Naubasta
    Next Article
    વુમન્સ T20 વર્લ્ડકપમાં ભારતની ઝડપી શરૂઆત:9 ઓવર પછી સ્કોર- 66/0; સેમિફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment