Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીને ફરી ડેબ્યૂની તક ન મળી:ભારતે આયર્લેન્ડ સામે ટૉસ જીતીને બોલિંગ લીધી; સૂર્યાંશ-પ્રિન્સનું ડેબ્યૂ

    1 day ago

    ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 બેલફાસ્ટમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજે પણ વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નથી. જ્યારે પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેને ડેબ્યૂ કેપ મળી છે. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ સિરીઝ બચાવવા માટે મેદાને ઉતરશે. જો યજમાન આયર્લેન્ડ આજની મેચ જીતી જશે, તો તે પ્રથમ વખત ભારત સામે કોઈ સિરીઝ પોતાના નામે કરશે. ભારત સામે સતત 16 T20 સિરીઝ અથવા ટુર્નામેન્ટ જીતવાનો રેકોર્ડ પણ દાવ પર છે. પહેલી મેચમાં હારની સાથે જ સતત 12 T20 સિરીઝ જીતવાનો સિલસિલો તૂટી ગયો હતો. આ જ કારણે હેડ કોચ ગૌતમ ગંભીરે બંને મેચ વચ્ચે માત્ર એક જ દિવસનો તફાવત હોવા છતાં ખેલાડીઓ માટે નેટ્સ સેશન રાખ્યું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. આયર્લેન્ડ (IRE): ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, મેટ હોલાર્ડ, લિયામ મેકકાર્થી અને જય મુન્દ્રા.
    Click here to Read More
    Previous Article
    Anushka Ranjan recalls painful IVF journey: ‘Have taken around 150 injections’
    Next Article
    કારની ટક્કરે પાંચ ફૂટ ઉછળ્યા યુવકો:ભયાનક અકસ્માતના CCTV, કોસ્ટ ગાર્ડ જવાને રાઈફલથી પોતાને ગોળી મારી, વરસાદની જમાવટ માટે હજુ જોવી પડશે રાહ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment