Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના નવા ઓવરબ્રિજ પર માટી-ડસ્ટનો મુદ્દો:યુથ કોંગ્રેસે તગારા-પાવડા સાથે વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે અટકાયત કરી

    13 hours ago

    વલસાડના નવા રેલવે ઓવરબ્રિજ પર માટી અને ડસ્ટના થર જમા થવાને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ સામે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તાની બંને બાજુ આશરે 2 ફૂટ જેટલું માટી અને ડસ્ટ જમા થઈ ગયું છે, જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પ્રજાની વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં, યુથ કોંગ્રેસે સાંઈલીલા મોલ નજીક અનોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો. કાર્યકરો તગારા અને પાવડા લઈને સ્થળ પર પહોંચ્યા હતા અને રસ્તા પરથી માટી તથા ડસ્ટ દૂર કરવાનું શરૂ કર્યું હતું. યુથ કોંગ્રેસના કાર્યકરોએ એકત્ર કરેલી માટી અને ડસ્ટનો જથ્થો જવાબદાર અધિકારીઓની કચેરીએ ઠાલવવાની યોજના બનાવી હતી. જોકે, ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા. ડિટેન કરાયા બાદ યુથ કોંગ્રેસના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવતીકાલ સુધીમાં રસ્તા પરનો કચરો અને ડસ્ટ સાફ નહીં કરવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર કચરો આરએનબી વિભાગ અને નગરપાલિકા કચેરી ખાતે ઠાલવી કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, વિધાનસભા પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા ઓવરબ્રિજ પર જમા થયેલા માટી અને ડસ્ટના મુદ્દે હવે તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિકોની નજર રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:એરપોર્ટ પરથી કસ્ટમના સ્નિફર ડોગે 11 કરોડનો ગાંજો ઝડપી પાડ્યો, જીવલેણ અકસ્માતના હચમાવી નાખતા CCTV
    Next Article
    ગીર સોમનાથમાં પોલિયો રસીકરણ અભિયાન શરૂ:કલેક્ટર જે. એન. વધેલાએ 0-5 વર્ષના બાળકોને રસી પીવડાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment