Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં પોલિયો રસીકરણ અભિયાન શરૂ:કલેક્ટર જે. એન. વધેલાએ 0-5 વર્ષના બાળકોને રસી પીવડાવી

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર જે. એન. વધેલાના હસ્તે વેરાવળ શહેરના UPHC હરસિદ્ધિ હેઠળ આવેલ આદિત્ય આંગણવાડી ખાતે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. ટી. કણસાગરા, જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામ, જિલ્લા એપિડેમિક અધિકારી ડો. ડી. કે. ગોસ્વામી સહિત આદિત્ય બિરલા જન સેવા ટ્રસ્ટના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો શુભારંભ કરાયો. ગીર સોમનાથ જિલ્લામાં આ અભિયાન 28 થી 30 જૂન, 2026 દરમિયાન યોજાશે. આ માટે કુલ 535 પોલિયો બુથ, 1070 ટીમો, 2134 ટીમ સભ્યો અને 108 સુપરવાઈઝરો તૈનાત કરાયા છે. જિલ્લાના અંદાજે 1,33,688 જેટલા 0 થી 5 વર્ષના બાળકોને રસી આપવાનું લક્ષ્ય છે. પ્રથમ દિવસે પોલિયો બુથ પર રસીકરણ કરવામાં આવશે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને બાકી રહેલા બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે. વેરાવળના તાલાળા બંદર રોડ પર આવેલ 1/14 લક્કી કોલોની આંગણવાડી ખાતે પણ પોલિયો રસીકરણનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે CDPO સવિતાબેન ગોહેલ, સુપરવાઈઝર કુસુમબેન રાડોડ, આંગણવાડી કાર્યકર પ્રજ્ઞાબેન બારોટ, હેલ્પર અમૃતાબેન સાદિયા, સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલભાઈ પંજા, નગરસેવકો રુકસાનાબેન યાસીનભાઈ બાનવા, ઝરીનાબેન ઈમરાનભાઈ પંજા, હનીફભાઈ કે મલેક, પૂર્વ નગરસેવક મુકેશભાઈ ચોલેરા, સામાજિક કાર્યકર અનિસભાઈ રાચ્છ અને ડો. યજ્ઞેશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોની રસીના બે ટીપાં અવશ્ય પીવડાવે. આ રીતે પોલિયોમુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે. આ માહિતી અનિસ રાચ્છ દ્વારા એક યાદીમાં જણાવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના નવા ઓવરબ્રિજ પર માટી-ડસ્ટનો મુદ્દો:યુથ કોંગ્રેસે તગારા-પાવડા સાથે વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે અટકાયત કરી
    Next Article
    519 small hydel power units allotted, 386 cancelled: A Karnataka lesson for Centre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment