Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાના સમર્થનમાં 'આપ'નું વિરોધ પ્રદર્શન:ખોટા કેસમાં ફસાવ્યાનો આક્ષેપ, મોતીબાગથી રૂપમ ચોક સુધી નીકળી સપોર્ટ માર્ચ

    10 hours ago

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાને ભાજપ સરકાર દ્વારા ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભાવનગર પશ્ચિમ વિધાનસભા 105ના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આજે 28 જૂને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોતીબાગ ટાઉનહોલથી રૂપમ ચોક સુધી સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ચૈતર વસાવાની ધરપકડ લોકશાહીની હત્યા' આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર ચૈતર વસાવાની સત્ય અને નિષ્ઠાવાન રાજનીતિથી ડરી ગઈ છે. તેમને ડરાવવા અને તોડવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા બાદ હવે ભાજપે સત્તાનો દુરુપયોગ કરી ષડયંત્ર હેઠળ તેમની ધરપકડ કરાવી છે. કાર્યકર્તાઓએ આ કાર્યવાહીને લોકશાહીની હત્યા ગણાવીને ભાજપની દમનકારી નીતિનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. ચૈતર વસાવાના સમર્થનમાં 'સપોર્ટ માર્ચ' આ ઘટનાના વિરોધમાં આજે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં એક 'સપોર્ટ માર્ચ' કાઢવામાં આવી હતી. આ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા અને ચૈતર વસાવાને તાત્કાલિક મુક્ત કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, ​આ સપોર્ટ માર્ચના માધ્યમથી આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, ભાજપ ગમે તેટલા ષડયંત્રો કરે, પરંતુ આદિવાસીઓના અવાજને દબાવી શકાશે નહીં અને પક્ષ ચૈતર વસાવાની સાથે મજબૂતીથી ઉભો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 40 કરોડના તોડ માટે અમદાવાદના બે ભૂમાફિયાનું કારસ્તાન:નકલી દસ્તાવેજો અને પાવર ઓફ એટર્ની બનાવીને જમીન વેચી મારી, વકીલે ધમકી આપ્યાનો ફરિયાદીનો આક્ષેપ
    Next Article
    Narmada Demolition News | નર્મદામાં ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો પર ડીમોલેશન હાથ ધરાયુ | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment