Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્મીમેર હોસ્પિટલમાં આઈકાર્ડ મુદ્દે મારામારીથી ભારે હોબાળો:માર્શલે યુનિફોર્મ વગરના વોર્ડ બોયને મેથીપાક ચખાડ્યો, મોઢા અને કાનના ભાગે ઈજા થતાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો

    14 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં આવી છે. રાત્રે હોસ્પિટલ પરિસરમાં જ સુરક્ષા કર્મચારી માર્શલ અને વોર્ડ બોય વચ્ચે આઈ-કાર્ડ બતાવવા જેવી નજીવી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. વાત એટલી હદે વણસી ગઈ હતી કે માર્શલે વોર્ડ બોયને ઢોર માર માર્યો હતો, જેને પગલે હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો. લોહીલુહાણ થયેલા વોર્ડ બોયને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેરના જ ઈમરજન્સી વોર્ડમાં ખસેડવાની ફરજ પડી હતી. પંચિંગ કરવા જતી વખતે વિવાદ ને મામલો બિચક્યો મળતી માહિતી મુજબ, ડિંડોલીના રામી પાર્ક પાસે આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ગોપાલ ગોવિંદરાવ પાટીલ સ્મીમેર હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવે છે. શનિવારે (27 જૂન) રાત્રે તેમની નાઈટ ડ્યુટી હોવાથી તેઓ હોસ્પિટલ આવ્યા હતા. ડ્યુટી પર હાજર થવા માટે તેઓ પોસ્ટમોર્ટમ રૂમ પાસેના ગેટ તરફ પંચિંગ કરવા જઈ રહ્યા હતા. જોકે, આ સમયે ગોપાલે હોસ્પિટલનો ઓફિશિયલ યુનિફોર્મ પહેર્યો ન હતો અને તેઓ સિવિલ ડ્રેસમાં હતા. 'આઈકાર્ડ માંગવાવાળો તું કોણ?' કહેતા જ માર્શલ ઉશ્કેરાયો ગોપાલ પાટીલ જ્યારે VIP ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં સુરક્ષાની ફરજ પર તૈનાત માર્શલ જયદીપે તેમને અટકાવ્યા હતા. યુનિફોર્મ વગરના ગોપાલને જોઈ માર્શલે સવાલ કર્યો હતો કે, તું કોણ છે? અને તેની પાસે આઈ-કાર્ડ માંગ્યું હતું. આ સાંભળીને વોર્ડ બોય ગોપાલ ગુસ્સામાં જવાબ આપ્યો હતો કે, તું આઈકાર્ડ માંગવાવાળો કોણ? બસ, આટલી વાતમાં બંને વચ્ચે અહમનો ટકરાવ શરૂ થયો હતો અને જોતજોતામાં મામલો ગાળાગાળી પર પહોંચી ગયો હતો. લાતો અને ઢીકાપાટુનો માર મારતા લોકોના ટોળા ઉમટ્યા બોલાચાલી એટલી હિંસક બની ગઈ કે માર્શલ જયદીપે આપા ખોઈ બેસીને વોર્ડ બોય ગોપાલ પર હુમલો કરી દીધો હતો. માર્શલે ગોપાલને ઢીકાપાટુનો નિર્મમ માર મારવાનું શરૂ કરતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ મારામારીમાં ગોપાલને મોઢાના ભાગે, છાતીમાં તેમજ ડાબા કાન પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. અધિકારીઓ સુધી મામલો પહોંચતા કડક કાર્યવાહીની શક્યતા ઈજાગ્રસ્ત વોર્ડ બોયને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના જ ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલની અંદર જ સ્ટાફ અને સિક્યોરિટી વચ્ચે થયેલી આ લડાઈની ઘટના વાયુવેગે સ્મીમેરના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પ્રશાસને આ ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    8 નવા ચહેરાઓ સાથે ટીમ-મેયર સજ્જ:રાજકોટ મનપાની 15 સમિતિઓના ચેરમેન આવતીકાલે ચાર્જ સંભાળશે, જાણો જ્ઞાતિ સંતુલન અને અભ્યાસની વિગતો
    Next Article
    સુરતમાં બેફામ સ્પીડનો કહેર:કાપોદ્રામાં મોંઘીદાટ EV કારે સર્જયો ગમખ્વાર અકસ્માત, BRTSની રેલિંગ તોડી અંદર ઘૂસી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment