Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતીના લોક દરબારમાં સોસાયટી હોદ્દેદારો હાજર રહ્યા:રાણીપમાં ઓડિટોરિયમ, ડી કેબિનના રસ્તા પહોળા કરવા શાહને રજૂઆત

    1 day ago

    સાબરમતી વિધાનસભાના વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા યોજાયેલા લોક દરબારના કાર્યક્રમમાં રાણીપ વિસ્તારમાં ઓડિટોરિયમ બનાવવાની રજૂઆત કરાઈ હતી સાથે ડી કેબિન વિસ્તારમાં સાંકડા રસ્તાઓ પહોળા કરવા રજૂઆત થઈ હતી, જેની સામે અમિત શાહે આ રજૂઆતો 2029 પહેલા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી અમિત શાહે જણાવ્યું કે, હું તમારી પાસે સમસ્યા સાંભળવા આવ્યો હતો, પરંતુ આપ ખુલીને બોલી શક્યા ના હોય એવું દેખાય છે, મારી ઓફિસનું એડ્રેસ તમારી પાસે છે, માત્ર નનામો કાગળ લખશો તો પણ તમારી સમસ્યાઓ પર ધ્યાન અપાશે. આપણો લોકસભા વિસ્તાર દેશનો સૌથી વધુ વિકસિત લોકસભા વિસ્તાર છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 24 ટકા ગ્રીનરી હશે સૌથી વધુ પકોલેટિંગ વેલ પણ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં છે. આયુષ્યમાન કાર્ડનું પણ કામ 88% પૂર્ણ થયું છે મેં કોર્પોરેશનને કહ્યું છે કે જેટલા પરકોલિટિંગ વેલ નવા બનાવે છે તેના પર સફાઈ કરી દેજો 30 વર્ષ બાદ પણ રાણીપની જનતાનો પ્રેમ હજુ મારા પ્રત્યે ઘટ્યો નથી તેજોઈ આનંદ થાય છે. ચંદ્રભાગાનું નાળું બંધ કરવા મેં 2003માં વચન આપ્યું હતું અને પૂર્ણ થશે. સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પાલડી સુધી જવું પડે છે બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે છેક પાલડી સુધી જવું પડે છે ન્યૂ રાણીપ વિસ્તારમાં નવું ઓડિટોરિયમ બનાવવા માટે મારી વિનંતી છે. - ગિરીશભાઈ, રત્નસાગર ન્યૂ રાણીપ ટ્રાફિકના કારણે રોડ પહોળા કરવા જરૂરી ડી કેબિન વિસ્તારમાં રોડ ખૂબ સાંકડા છે. વધતાં જતાં ટ્રાફિકના કારણે તે પહોળા કરવા જરૂરી છે. - હરીશ ઉપાધ્યાય અને અલકાબેન ઠાકોર, ડી કેબિન એક શાકમાર્કેટ બનાવવું જરૂરી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ એક શાક માર્કેટ બનાવવાની આવશ્યકતા છે. - હિતેન્દ્ર રાજગોર, ન્યુ રાણીપ રિક્ષાચાલકો જોખમી ડ્રાઈવિંગ કરે છે સાબરમતી સ્ટેશન બહાર સાંકડા રોડના કારણે ટ્રાફિક સમસ્યા છે તે ઉપરાંત શટલ રિક્ષા દ્વારા 8થી 10 લોકોને બેસાડી જોખમી ડ્રાઇવિંગ કરવામાં આવે છે. - સુનીલ ભંડારી, સાબરમતી
    Click here to Read More
    Previous Article
    પેલેડિયમ જંક્શને કેપ્સ્યુલ ડિઝાઈનનો પ્રયોગ સફળ:કારગિલ ચારરસ્તા-વૈષ્ણોદેવી સર્કલ સિગ્નલ ફ્રી થશે, 3.5 લાખ વાહનચાલકને રાહત થશે
    Next Article
    Bangladesh-China Statement, Mongla Port's Implications For India Decoded

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment