Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં જ્વેલર્સની દુકાનમાં લાખોની ચોરી:છત તોડી દુકાનમાં પ્રવેશ્યા તસ્કરો, પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

    13 hours ago

    સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ તસ્કરો દિન-પ્રતિદિન બેફામ બની રહ્યા છે. રાત્રિના સમયે બંધ દુકાનો અને મકાનોને ટાર્ગેટ કરતી ગેંગે આ વખતે પાંડેસરા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. પાંડેસરાના ગીતા નગર ખાતે આવેલી ક્રિષ્ના જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 30 લાખથી વધુની ચોરી કરી રફુચક્કર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મધરાતે છતનું પતરું કાપી દુકાનમાં પ્રવેશ્યા મળતી માહિતી મુજબ, આ ચોરીની ઘટના રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે અનોખો કીમિયો અપનાવ્યો હતો. અવાજ ન થાય તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું હતું અને ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કર્યો હતો અને 30 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીને આસાનીથી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી ગયો ચોરીની આ મોટી ઘટના અંગે વહેલી સવારે જાણ થતાં જ પાંડેસરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. તસ્કરોનું પગેરું મેળવવા માટે પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારના અલગ-અલગ સીસીટીવી ફૂટેજ મેળવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. છ મહિના પહેલાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો સભોગ બનનારના જણાવ્યા અનુસાર, આ જ્વેલર્સની દુકાનમાં અગાઉ છ મહિના પહેલાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તે સમયે માલિક કે જાગૃત નાગરિકો સમયસર ત્યાં પહોંચી જતાં તસ્કરો પોતાનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને નાસી છૂટ્યા હતા. પરંતુ આ વખતે તસ્કરો પોતાનો પ્લાન પાર પાડવામાં સફળ રહ્યા હતા. સાત મહિનામાં 7 થી 8 મોટી ચોરીઓ થતાં સ્થાનિકોમાં ફફડાટ પાંડેસરા અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, છેલ્લા સાડા છ થી સાત મહિનાના ટૂંકા ગાળામાં જ આ વિસ્તારમાં 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ ઉઠી છે. કિંમતી સામાન તોડીને ચોરી કરી ગયા મનોજ ભગવાનદાસ સોની (દુકાનદાર) એ જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં મેઈન રોડ પર આવેલી દુકાન ધરાવું છું. મારી દુકાનમાં બનેલી ચોરીની થઈ છે, અજાણ્યા ચોરો દ્વારા મારી દુકાનની ઉપરના ભાગે આવેલા પતરાં કાપીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. ચોરો દુકાનમાંથી ચાંદીના દાગીના, વાસણો તેમજ ગ્રાહકો દ્વારા ગીરવે મૂકવામાં આવેલો કિંમતી સામાન તોડીને ચોરી કરી ગયા છે. અંદાજે 15 કિલો જેટલો સામાન ચોરી દુકાનમાંથી જેન્ટ્સ અને લેડીઝ બ્રેસલેટ, ચાંદીના વાસણો, ગ્લાસ, મૂર્તિઓ, કંદોરો તેમજ '925 સિલ્વર' ની વિવિધ આઈટમો સહિત અંદાજે 15 કિલો જેટલો સામાન ચોરી થયો છે. આ ઉપરાંત અઢી કિલો જેટલો જૂનો ભંગાર સામાન પણ ચોરો લઈ ગયા છે. આ તમામ ચોરી થયેલા સામાનની અંદાજિત કિંમત આશરે 30 લાખ જેટલી થાય છે. આ દુકાનને ત્રણથી વધુ વાત નિશાન બનાવાઈ મારી દુકાનને અગાઉ પણ અવારનવાર નિશાન બનાવવામાં આવી છે. આશરે ૬ મહિના પહેલાં પણ ચોરીનો પ્રયાસ થયો હતો. તે પૂર્વે વર્ષ ૨૦૨૩ કે ૨૦૨૪ માં ચોમાસા દરમિયાન દુકાનનું શટર ઊંચું કરીને ચોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2025 માં શિયાળાની ઋતુમાં પણ ચોરોએ હાથફેરો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આમ, મારી દુકાનમાં ચોરી કરવાનો આ ચોથો પ્રયાસ હતો, જેમાં આ વખતે ચોરો સફળ રહ્યા છે. અગાઉ પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ આ પૂર્વે જ્યારે દુકાનમાં ચોરીના અસફળ પ્રયાસો થયા હતા, ત્યારે મેં પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ પતરાંની દુકાન હોવાનું કહીને પોલીસે તે સમયે મારી ફરિયાદ નોંધી ન હતી. હાલમાં બનેલી આ મોટી ચોરીની ઘટના અંગે મેં પોલીસ મથકનો સંપર્ક કર્યો છે અને પોલીસે મારી પાસે ચોરી થયેલા સામાનના બિલ માંગ્યા છે, જે હું ટૂંક સમયમાં રજૂ કરીશ. યોગ્ય તપાસ કરીને મને ન્યાય આપવામાં માંગ આ જે મેઈન રોડ પર ચોરી થઈ છે ત્યાં ૨૪ કલાક વાહનોની અવરજવર રહે છે. જો કે, ત્યાં પોલીસ પેટ્રોલિંગ થાય છે કે નહીં તે અંગે મને ચોક્કસ માહિતી નથી કારણ કે હું રાત્રે ત્યાં હાજર હોતો નથી. પાંડેસરા વિસ્તારની આ જ લાઈનમાં અગાઉ પણ અન્ય ત્રણ વેપારીઓની દુકાનોમાં આ પ્રકારે ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી વેપારીઓ અસુરક્ષિત છે, તેથી મારી નમ્ર માંગ છે કે આ બાબતે યોગ્ય તપાસ કરીને મને ન્યાય આપવામાં આવે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપના ખેસવાળી કારમાંથી ₹50 લાખની ઉઠાંતરી અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા એડીસી બેંકની સામે 27 જૂન, 2026ના દિવસે ભાજપના ખેસવાળી ગાડીમાંથી નજર ચૂકવી અને રૂપિયા 50 લાખની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો હતો. બાઈક સવાર હેલમેટ પહેલા બે શખસ રૂપિયાની બેગ લઈ છૂમંતર થઈ ગયા હતા. ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને થતા કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી.વાંચો સંપૂર્ણ સમાચાર વડોદરામાં 10 મિનિટમાં પોણા બે લાખના દાગીના ચોરી તસ્કરો ફરાર 24 જૂન, 2026ના દિવસે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ઓલીવન રેસીડેન્સીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. મકાન માલિક પોતાના વતન ગયા હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમના કબાટના લોક તોડી માત્ર 10 મિનિટમાં અંદાજે રૂ. 1.86 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે લોકોને ખબર પડતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ હતી.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સિયા અને ચેતને ગૂગલ પર 'ડેથ પોઈન્ટ' શોધ્યો:લોહગઢ કિલ્લા પર પહેલા રિહર્સલ કર્યું; પોલીસ પૂછપરછના જવાબો પણ તૈયાર કર્યા હતા
    Next Article
    કોસ્ટ ગાર્ડે રાઈફલથી પોતાની જાત પર ગોળી ચલાવી:જવાનને હોસ્પિટલ ખસેડાયો, સ્થિતિ નાજુક; ગાંધીનગર સેક્ટર-1માં કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment