Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના હાજીપુરમાં વરઘોડા પર હુમલો:જાતિસૂચક અપશબ્દો બોલી વરરાજાને ઘોડા પરથી પછાડ્યો; પટણી સમાજની ફરિયાદ બાદ પાંચ ઠાકોર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો

    12 hours ago

    પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામે સામાજિક વૈષમ્યની એક આઘાતજનક ઘટના સામે આવી છે. ગત 27 જૂન, 2026ના રોજ રાત્રે આશરે 9:00 વાગ્યે પટણી સમાજના એક યુવકના લગ્નનો વરઘોડો ઠાકોર સમાજના મહોલ્લા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે "તમે વાઘરી થઈને અમારા મહોલ્લામાંથી વરઘોડો કેમ કાઢો છો?" તેમ કહી ઠાકોર સમાજના 5 શખ્સોએ વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી દઈ તેમનો સૂટ ફાડી નાખ્યો હતો. વરરાજાના પરિવારજનો પર પણ લાકડીઓ અને લાપોટોથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા આ મામલે બાલીસણા પોલીસ મથકે 5 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખુશીનો માહોલ ક્ષણભરમાં ચિંતામાં બદલાયો હાજીપુર ગામના રહેવાસી કૌશીકભાઈ પુનમભાઈ પટણીના લગ્ન પ્રસંગને લઈને પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. વિધિપૂર્વક ગણેશ સ્થાપના પૂર્ણ કર્યા બાદ, સાંજના સમયે પાટણ ખાતે સામાજિક રીત-રિવાજ મુજબ ફુલેકાની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક અને સામાજિક વિધિ પતાવીને રાત્રે આશરે 9:00 વાગ્યાની આસપાસ પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે વરઘોડો ધૂમધામથી નીકળ્યો હતો અને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. મંદિર પાસે અચાનક વચગાળામાં હુમલો કરાયો આ વરઘોડો જ્યારે ગામમાં આવેલા ઠાકોરોના મહોલ્લા નજીકના વાધેશ્વરી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગામનો જ રામુજી ચેનાજી ઠાકોર નામનો શખ્સ અચાનક વરઘોડાની વચ્ચે ધસી આવ્યો હતો. તેણે કોઈ પણ કારણ વગર સીધો વરરાજા કૌશીકભાઈ તરફ જઈને તેમનો સૂટ પકડી લીધો હતો. રામુજીએ ભારે આક્રોશ સાથે વરરાજાને ઘોડા પરથી નીચે પછાડી દીધા હતા અને ખેંચતાણ કરીને તેમનો મોંઘોદાટ લગ્નનો સૂટ ફાડી નાખ્યો હતો. વચ્ચે પડેલા પરિવારના સભ્યોને બેરહેમીથી માર માર્યો આ અણધારી આફત સમયે વરરાજાને બચાવવા માટે તેમના કાકા પ્રકાશભાઈ પટણી આગળ આવ્યા હતા. તે જ સમયે ત્યાં હાજર અન્ય બે શખ્સો સંજયજી દીપાજી ઠાકોર અને મેહુલજી જીકાજી ઠાકોર પણ હુમલામાં જોડાયા હતા. તેમણે પ્રકાશભાઈ સાથે ઉગ્ર ઝપાઝપી કરી તેમનો શર્ટ ફાડી નાખ્યો હતો અને તેમના કપાળ તેમજ બરડાના ભાગે ગંભીર માર માર્યો હતો. કાકાને છોડાવવા વચ્ચે પડેલા કાકી નીતાબેનને પણ આ શખ્સોએ લાપોટ-ઝાપોટ કરી દીધી હતી, જ્યારે વરરાજાના માતા કમુબેન બચાવ કરવા જતાં નીચે પટકાતા તેમને પણ શારીરિક ઈજાઓ પહોંચી હતી. જાતિસૂચક શબ્દોનો પ્રયોગ અને લૂંટની ઘટના આ હિંસક ઘટના દરમિયાન વધુ બે શખ્સો રાહુલજી માનસંગજી ઠાકોર અને કૌશીકજી પકાજી ઠાકોર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે પટણી જ્ઞાતિ પ્રત્યે ધૃણા ફેલાવતા જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને ધમકાવતા જણાવ્યું હતું કે, "તમો વાઘરી થઈ અમારા ઠાકોરના મહોલ્લા આગળ વરઘોડો કેમ કાઢો છો." આ સમગ્ર મારામારી અને અરાજકતાની સ્થિતિ વચ્ચે વરરાજાના ગળામાં પહેરેલો સોનાનો કિંમતી દોરો પણ ક્યાંક પડી ગયો અથવા આંચકી લેવાયો હતો. હુમલાના અવાજોથી ગામના અન્ય લોકો એકઠા થવા લાગતા પાંચેય આરોપીઓ "જો હવે પછી અહીંથી વરઘોડો કાઢ્યો છે તો જાનથી મારી નાખીશું" તેવી ગંભીર ધમકી આપી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી લગ્નના પવિત્ર પ્રસંગે થયેલા આ હુમલા બાદ ભયભીત અને આહત થયેલા વરરાજા કૌશીકભાઈ પટણીએ ન્યાય માટે બાલીસણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે રામુજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, મેહુલજી જીકાજી ઠાકોર, રાહુલજી માનસંગજી ઠાકોર અને કૌશીકજી પકાજી ઠાકોર વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર અજુભાઈ રથવીને વધુ તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    કોસ્ટ ગાર્ડે રાઈફલથી પોતાની જાત પર ગોળી ચલાવી:જવાનને હોસ્પિટલ ખસેડાયો, સ્થિતિ નાજુક; ગાંધીનગર સેક્ટર-1માં કોસ્ટ ગાર્ડની ઓફિસનો બનાવ
    Next Article
    K Bhagyaraj: The mastermind behind Anil Kapoor, Salman Khan, Amitabh Bachchan’s biggest hits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment